પૂર્વ નાયબ વડાપ્રધાન ૯૬ વર્ષીય લાલકૃષ્ણ અડવાણીને એમ્સમાં દાખલ કરાયા બાદ રજા અપાઇ

  • જનસંઘને ભાજપમાં રૂપાંતરિત કરવાની યાત્રામાં લાલકૃષ્ણ અડવાણીએ સૌથી વધુ ફાળો આપ્યો હતો.

દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન ૯૬ વર્ષીય લાલકૃષ્ણ અડવાણીને બુધવારે મોડી રાત્રે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાને કારણે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેઓને યુરોલોજી વિભાગની દેખરેખમાં સારવાર આપવામાં આવી હતી તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે અને તેમને રજા આપવામાં આવી છે

૩૧ માર્ચે લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ઘરની મુલાકાત લીધી અને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ પણ હાજર રહ્યા હતા.વડાપ્રધાન મોદીએ ૩ ફેબ્રુઆરીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. અગાઉ ૨૦૧૫માં અડવાણીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ૭ જૂને લોક્સભા ચૂંટણીમાં એનડીએછની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અડવાણીને પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો.

અડવાણીનો જન્મ ૮ નવેમ્બર ૧૯૨૭ના રોજ કરાચીમાં થયો હતો. ૨૦૦૨ અને ૨૦૦૪ ની વચ્ચે, તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં ૭મા નાયબ વડાપ્રધાન હતા. આ પહેલાં તેઓ ૧૯૯૮ થી ૨૦૦૪ દરમિયાન એનડીએ સરકારમાં ગૃહમંત્રી હતા. તેઓ ભાજપના સ્થાપક સભ્યોમાં સામેલ છે.

અડવાણીએ ૧૯૮૭માં સોમનાથથી બિહારના સમસ્તીપુર સુધી રથયાત્રા કાઢી હતી. તેમણે આ યાત્રાની જવાબદારી મોદીને સોંપી હતી.,૬૩ વર્ષની ઉંમરે લાલકૃષ્ણ અડવાણીએ રામમંદિર આંદોલન માટે ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી હતી. ૨૫ સપ્ટેમ્બર ૧૯૯૦થી શરૂ થયેલી આ યાત્રાની કમાન વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજને સંભાળી હતી.,અડવાણીની રથયાત્રાની કમાલ હતી કે ૧૯૮૪માં બે બેઠકો જીતનાર ભાજપને ૧૯૯૧માં ૧૨૦ બેઠકો મળી હતી. એટલું જ નહીં, અડવાણીને સમગ્ર દેશમાં હિન્દુ નેતા તરીકે ઓળખ મળી. આ સિવાય મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર જેવાં રાજ્યોમાં ભાજપને નવી ઓળખ મળી.,આ યાત્રા પછી અડવાણી સમગ્ર દેશમાં હિન્દુ નેતા તરીકે સ્થાપિત થઈ ગયા, પરંતુ તેઓ તેમની યાત્રા પૂર્ણ કરી શક્યા નહીં. બિહારના સમસ્તીપુરમાં ૨૩ ઓક્ટોબર ૧૯૯૦ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

રામજન્મભૂમિ આંદોલનમાં અડવાણી ભાજપનો ચહેરો બન્યા હતા. ૮૦ના દાયકામાં વિશ્વ હિન્દુ પરિષદે ’રામમંદિર’ નિર્માણ આંદોલન શરૂ કર્યું હતું. ૧૯૯૧ની ચૂંટણી એ દેશના રાજકારણનો ટનગ પોઈન્ટ હતો. ભાજપ મંદિરના મુદ્દાને મંડલ કમિશનના કાઉન્ટર તરીકે લાવ્યો અને રામરથ પર સવાર થઈને દેશના મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઊભરી આવ્યો.

અડવાણીએ ૧૯૯૦માં સોમનાથથી અયોયા સુધી ’રથયાત્રા’ કરી હતી. તેમની રાજકીય કારકિર્દીમાં રામ રથયાત્રા, જનદેશ યાત્રા, સુવર્ણ જયંતી રથયાત્રા, ભારત ઉદય યાત્રા, ભારત સુરક્ષા યાત્રા, જનચેતના યાત્રાનો સમાવેશ થાય છે. જનસંઘને ભાજપમાં રૂપાંતરિત કરવાની યાત્રામાં લાલકૃષ્ણ અડવાણીએ સૌથી વધુ ફાળો આપ્યો હતો. અડવાણીએ જ ભાજપની વર્તમાન પેઢીના ૯૦%થી વધુ નેતાઓને તૈયાર કર્યા છે.૧૯૯૫માં અડવાણીએ પીએમ પદના દાવેદાર તરીકે અટલ બિહારી વાજપેયીનું નામ લઈને બધાને ચોંકાવી દીધા હતા. અડવાણી હંમેશાં વાજપેયીના નંબર ટુ રહ્યા.

અડવાણીનું ૫૦ વર્ષથી વધુનું રાજકીય જીવન નિષ્કલંક રહ્યું. ૧૯૯૬માં હવાલા કૌભાંડમાં અડવાણી સહિત વિપક્ષના મોટા નેતાઓનાં નામ સામે આવ્યાં હતાં. ત્યારપછી અડવાણીએ રાજીનામું આપી દીધું અને કહ્યું કે તેઓ આમાં નિષ્કલંક થઈને બહાર આવ્યા પછી જ ચૂંટણી લડશે. ૧૯૯૬માં તેઓ નિર્દોષ સાબિત થયા હતા.