દે.બારીઆ,
દે.બારીઆ તાલુકો દાહોદ જીલ્લામાં મોડેલરૂપી તાલુકો ગુજરાતના સંવેદન અને ગતિશીલ સરકારે ઘોષિત કર્યો છે ખરો પરંતુ આ તાલુકામાં એવા કોઈ ખાસ ગુણો નથી કે તેને મોડેલ માની શકાય. લગભગા એક વર્ષ જવા આવ્યો છતાં કાયમી મામલતદારની જગ્યા એ ઈન્ચાર્જમાં ફેરવાઈ ગઈ છે. ઈન્ચાર્જ ઉપર મોડેલરૂપી તાલુકો ચાલતો હોય તો બીજા તાલુકાઓની શું હાલત હશે તે રામ જાણે ઈન્ચાર્જમાં ઓફિસને લગતા કાર્યો જે મુજબ થવા જોઈએ એ થતા નથી. મુખ્ય ઓફિસનો વર્ગ ચાર્જમાં હોય તો નીચલા કર્મીઓના ટેબલો પર લાગતાવળગતા ખાલી ખુરશીઓ દેખાય છે. પાસે વતનમાં જતા રહે છે. મહેસુલી કવાટર્સ છે. તેમજ છતાં હેડ કવાટર્સ છોડી દેતા હોય છે. કાયમી મામલતદાર ના હોય તો રેતી માફિયાઓને ધી-કેળાં થઈ જાય છે. પાસ પરમીટ વગર રેતી ખનન માં વધારો કરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડે છે. અને તેમને ટ્રાફિક પોલીસના મળતીયાઓને ૩૦૦ થી ૫૦૦ રૂપીયા લઈને મોટી ટ્રકોને પસાર કરવામાં પોલીસના મળતીયાઓ મદદરૂપ બને છે. અને બધું ખુલ્લેઆમ થઈ રહ્યું છે. દેવગઢ બારીઆના પ્રાંતની જગ્યા પણ ઈન્ચાર્જ લીમખેડા પ્રાંત અધિકારી પાસે છે. રાત દિવસ ટ્રકો ગેરકાનુની રીતે અને પાસ પરમીટ વગર રેતી બીજા પાસેના રાજ્યમાં મોકલવામાં આવે છે. જેથી ખાણ-ખનિજ વિભાગ દેવગઢ બારીઆ તેમજ લીમખેડાની વચ્ચે ચેકપોસ્ટ અને કાટો તોલમાપ માટે કાયમ કરે તો કરોડો રૂપીયા જે રીતે માફિયાઓ હજમ કરી જાય છે. સરકારી તેમજ પોલીસ તંત્રના સહયોગ મળવાથી તે બંધ થશે ખરી ? જેથી કાયમી મામલતદાર મુકવા માટે મહેસુલી પદના અધિકારીઓ સચિવો આ વાતને ધ્યાને લે અને ગુજરાતની તિજોરીમાં જે નાણાં જવા જોઈએ તે જવા માટે આપણા ગરવી ગુજરાતની ગરિમા જળવાય તે ખાસ જરૂરી છે.
રિપોર્ટર : મોં.હુસેન મકરાણી