ટી ૨૦ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા ધૂમ મચાવી રહી છે. હવે ભારતીય ટીમ ૨૭ જૂને ઈંગ્લેન્ડ સાથે સેમીફાઈનલ મેચ રમવા જઈ રહી છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ સુપર-૮માં પણ પોતાનું સ્થાન બનાવી શકી નથી.પાકિસ્તાનની ટીમ લીગ સ્ટેજમાં ભારત અને યુએસએ સામે હારીને વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ હતી. જે બાદ હવે પાકિસ્તાન સંપૂર્ણ રીતે પરેશાન છે. ટીમ ઈન્ડિયાના બોલરો પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું એક વાહિયાત નિવેદન સામે આવ્યું છે.
વર્લ્ડકપમાંથી બહાર થઈને પાકિસ્તાનની ટીમ સ્વદેશ પરત ફરી છે. હવે ટીમ ઈન્ડિયાના બોલરોને લઈને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઈન્ઝમામ ઉલ હકનું એક વાહિયાત નિવેદન સામે આવ્યું છે. એક પાકિસ્તાની ટીવી ચેનલ પર બોલતા ઈન્ઝમામ ઉલ હકે કહ્યું કે અર્શદીપ સિંહના બોલ સ્વિંગ થઈ રહ્યા હતા અને ભારતીય તરફથી બોલ સાથે છેડછાડ થઈ હતી. આ નિવેદન સામે આવ્યા બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર ઈન્ઝમામ-ઉલ-હકને ઉધડો લીધો છે.
સુપર-૮ની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ૨૪ રને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આક્રમક બેટિંગ કરી હતી અને ૯૨ રન બનાવ્યા હતા. જે બાદ અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપમાંથી બહાર કરી દીધું હતું.