ક્રિકેટ જગતમાં ક્રાંતિ લાવનાર ડીએલએસના શોધક ફ્રેન્ક  ડકવર્થનું ૮૪ વર્ષની વયે નિધન

અત્યારે જ્યારે ક્રિકેટ રસિકો ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ના ઉત્સાહમાં ડૂબેલા છે.ત્યારે આ વચ્ચે ક્રિકેટ જગતમાં એક ખરાબ સમાચારે પણ ચોંકાવી દીધા છે. ૧૯૩૯માં જન્મેલા ફ્રેક્ધ ડકવર્થનું વર્ષ ૨૦૨૪માં ૮૪ વર્ષની વયે અવસાન થયું છે. ફ્રેક્ધ ડકવર્થ ઈંગ્લેન્ડના રહેવાસી હતા ડીએલએસએ ફ્રેક્ધ ડકવર્થનું ક્રિકેટમાં સૌથી મોટું યોગદાન છે, કારણ કે તે તેના શોધકોમાંના એક હતા. ફ્રેક્ધ ડકવર્થે ટોની લેવિસ સાથે મળીને ડીએલએસની શોધ કરીને ક્રિકેટમાં ક્રાંતિ લાવવાનું કામ કર્યું હતું.

ક્રિકેટમાં ડીએલએસની શોધ સાથે જ વરસાદથી અસરગ્રસ્ત મેચોમાં પરિણામ સુધી પહોંચવું સરળ બન્યું. આ નિયમનો ઉપયોગ સૌપ્રથમવાર ૧૯૯૭માં ઝિમ્બાબ્વે અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં કરવામાં આવ્યો હતો. જે પછી ૨૦૦૧ માં ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ICCએ  વરસાદી મેચોમાં લક્ષ્યને  સુધારવા માટે તેને સંપૂર્ણપણે અપનાવ્યું.

અગાઉ તેનું નામ ડકવર્થ-લુઈસ પછી માત્ર ડીએલ હતું. વર્ષ ૨૦૧૪માં જ્યારે ઓસ્ટ્રેલિયન આંકડાશાી સ્ટીવન સ્ટર્ને તેમાં કેટલાક ફેરફારો કર્યા ત્યારે તેને ડકવર્થ-લુઇસ-સ્ટર્ન એટલે કે ડીએલએસ નામ આપવામાં આવ્યું હતું.

ક્રિકેટમાં ડીએલએસનો નવીનતમ ઉપયોગ આઇસીસી ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની સુપર-૮માં રમાયેલી છેલ્લી મેચમાં થયો હતો. આ મેચ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી, જેમાં અફઘાનિસ્તાને ડીએલએસ હેઠળ સુધારેલા લક્ષ્યાંક બાદ ૮ રનથી જીત મેળવી હતી અને સેમીફાઈનલ માટે ટિકિટ બુક કરી હતી. ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ દરમિયાન અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ મેચ પહેલા પણ ૩ મેચમાં ડીએલએસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ડકવર્થ અને લુઈસ બંનેને ૨૦૧૦માં એમબીઇ એટલે કે મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લુઈસનું ૨૦૨૦માં જ અવસાન થયું હતું. લકવર્થ-લુઈસ પદ્ધતિએ ક્રિકેટમાં વરસાદના જૂના નિયમને બદલી નાખ્યો છે. ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૧૯૯૨ના વર્લ્ડ કપની સેમીફાઈનલમાં વરસાદના નિયમને લઈને ઘણો વિવાદ થયો હતો.