ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તગતના નર્મદા એપાર્ટમેન્ટ અને અન્ય ૫૦૦ જર્જરીત મકાન જોખમી હોવાથી પાણી,ગટર અને વીજળી કનેકશન કાપી મકાન ખાલી કરાવવા પગલા ભરવામાં આવતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો.૫૦૦ પરિવારો માટે રી ડેવલોપમેન્ટ યોજના લાગુ કરવા સ્થાનિકોએ માંગ કરી છે પરંતુ આ બાબતે હાઉસિંગ બોર્ડ અને સરકારે સ્પષ્ટ સ્વીકૃતિ આપી નથી ત્યારે સ્થાનિકો બેઘટ બનવાનો ભય વ્યક્ત કરી રહ્યા છે.
સમસ્યાનો હલ કાઢવા નગરપાલિકા, હાઉસિંગ બોર્ડ અને સ્થાનિકો વચ્ચે બેઠક યોજાઈ હતી જોકે તેમાં હાઉસિંગ બોર્ડ મકાન ખાલી કરાવવા મક્કમ જણાયું હતું.૫૦૦ પરિવારો માટે સ્થાનિક અગ્રણીઓ આગળ આવ્યા હતા. સ્થાનિક અગ્રણી અને નગર સેવક રાજશેખર દેશ્ન્નવરએ હાઉસિંગ બોર્ડ નમતું જોખવા તૈયાર ન હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મકાનનો હિસ્સો ધરાસાઈ થવાના કારણે ગત વર્ષે દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું.