મુંબઇ,
ફિલ્મ જગતનાં દિગ્ગજ કલાકાર અમોવ પાલેકરને કોઇ ખાસ પરિચયની જરૂરત નથી. ૭૦જમાં પોતાની દમદાર એક્ટિંગથી એમોલ પાલેકરે પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. તો કોંગ્રેસ દ્વારા ચાલી રહેલ હિન્દ જોડો યાત્રામાં આ કલાકાર જોડાતાં નજરે પડ્યાં હતાં. આ યાત્રામાં રાહુલ ગાંધીનો હાથ પકડેલ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં છે.
બોલિવૂડનો પ્રસિદ્ધ ચહેરો અમોલ પાલેકર પોતાની એક્ટિંગની સાથે સાથે ડાયરેક્શનમાં પણ પોતાનો કમાલ દેખાડવા માટે પ્રસિદ્ધ છે. ફિલ્મી દુનિયા બાજ હવે અમોલ રાજનીતિમાં પણ દેખાઇ રહ્યાં છે. જો કે કોંગ્રેસનાં ભારત જોડો યાત્રાનાં ટ્વિટર હેન્ડલ પર કેટલાક ફોટો પોસ્ટ કરવામાં આવ્યાં છે. આ ફોટોમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીની સાથે અમોલ પાલેકર દેખાઇ રહ્યાં છે.
ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ અન્ય એક ફોટામાં બંને ચાલતાં દેખાઇ રહ્યાં છે. તેના કેપ્શનમાં લખ્યું હતું કે – ફ્રી સ્પીચનો સપોર્ટ કરવા અને નફરત વિરૂદધ સમાજને એક કરવા માટે અનુભવી અભિનેતા અને ડાયરેક્ટર અમુલ પાલેકર જોડાયાં.
રાહુલ ગાંધીનાં ભારત જોડો યાત્રાને પોલિટિકલ સિવાય હવે બોલિવૂડ જગતનો પણ સમર્થન મળી રહ્યો છે. અમોલ પાલેકર પહેલાં એક્ટ્રેસ રશ્મિ દેસાઇ અને આકાંક્ષા પુરી પણ રાહુલની આ યાત્રામાં જોડાણા હતાં. તે દરમિયાન તેમણે વ્હાઇટ અને બ્લૂ કલરનાં કપડાં પહેર્યાં હતાં.