ઘોઘંબાના ઝોઝ ગામે વાવાઝોડામાં ધર પડી જતાં 50 વર્ષિય વ્યકિતનુ દબાઈ જતાં મોત

ઘોઘંબા તાલુકાના ઝોઝ ગામે નવા ફળિયામાં રહેતા અને મરણ જનારનુ ધર વાવઝોડામાં પડી ગયેલ હોય અને ધરના નળિયા અને લાકડાની નીચે દબાઈ જતાં મોત નીપજયું હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકામાં 25 જુનના રોજ વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેમાં ઝોઝ ગામે નવા ફળિયામાં રહેતા મનીયાભાઈ અલસિંગભાઈ રાઠવા(ઉ.વ.50)નુ ધર વાવાઝોડાના કારણે પડી જતાં ધરમાં ખાટલામાં સુઈ રહેલ મનીયાભાઈ રાઠવા ધરના નળિયા અને લાકડા નીચે દબાઈ જતાં મોત નીપજતા આ બાબે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.