કડાણા તાલુકાના પઢારા ગામે પ્રાથમિક શાળા ખાતે પ્રવેશ ઉત્સવ ઉજવામાં આવ્યો

કડાણા,મહિસાગર જીલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે. જેમાં બાલવાડીથી લઇને આંગણવાડી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો તાલુકાના પ્રાથમિક શાળા શાળા પ્રવેશ મહોત્સવ 2024 માં કડાણા તાલુકાની પઢારા પ્રાથમિક શાળામાં. ઉજવવામાં આવ્યો હતો

આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયે 2003માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. રાજ્યના આદિવાસી અને ગરીબ બાળકો શાળાએ જતા નહોતા. જેથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ હતી.

મહીસાગર જીલ્લાના પૂર્વ પ્રમુખ તથા બચકરીયા જીલ્લા પંચાયતના સદસ્ય રમીલાબેન ડામોર ની ઉપસ્થિતિમાં આજરોજ તારીખ 26 6 2024 ના રોજ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળામાં માતા વિહોણા બે બાળકોને જેમાં જેમાં ડીંડોર પ્રિન્સ કુમાર તથા હિરલ મછારને પોતાના ઉચ્ચ વિચારો થકી માતા બનીને સન્માનપૂર્વક બાળકોને શાળા પ્રવેશ બાલવાટિકામાં આપ્યો અને આ બંને બાળકોને શાળાના આચાર્ય તથા શિક્ષકઓએ શિક્ષકઓએ બાળકોને દત્તક લેવામાં આવ્યા અને જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે ત્યાં સુધી બાળકોને તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધા પૂરી પાડવામાં આવશે.