સંતરામપુરના ભાણા સિમલ ગામે રસ્તાની કામગીરી સાઈડે પથ્થર તોડી વખતે મોરને ઈજાઓ થતાં વન વિભાગે રેસ્કયુ કરી સારવાર કરાવી

સંતરામપુર તાલુકાના ભાણા સિમલ ઉનવાડીયા મહાદેવ રસ્તાની કામગીરી દરમિયાનમાં સાઈડા વડે પથ્થર તોડતી વખતે રાષ્ટ્ર પક્ષી મોરની ઇજાઓ થતા વન વિભાગએ ઘટના સ્થળે પહોંચીને સારવાર કરીને રેક્યુ કરાયું. સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ઊંડવાડીયા રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પથ્થર તોડવા માટે સાયડાના ટોટા મૂકીને પથ્થર તોડવામાં આવતા હોય છે, આવી રીતે બ્લાસ્ટ કરીને પથ્થરો ઉછળતા હોય છે. આ વિસ્તારમાં અસંખ્ય પક્ષીઓને નુકસાન થતું હોય છે કેટલાક પક્ષીઓ મળતી માહિતી મુજબ ઇજા થવાના કારણે મૃત્યુ પણ થયેલા ઈજા થવાના કારણે મૃત્યુ પણ થયેલા હતા.

રાષ્ટ્ર પક્ષી મોરને પથ્થર વાગી જવાના કારણે મોરને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થયેલી હતી. ગ્રામજનો એ વન વિભાગના અધિકારીને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચીને મોરનું રેક્યું કરવામાં આવ્યું અને તેની સારવાર કરવામાં આવી હતી. સંતરામપુર તાલુકાના ખેડાપા ભાણા સિમલ સીમલીયા બટકવાડા આવા વિસ્તારોમાં જંગલમાં સૌથી વધારે વન્ય પ્રાણી અને પક્ષીઓ મોર વધારે વસવાટ કરતા હોય છે. કોન્ટ્રાક્ટર કામગીરી દરમિયાનમાં પથ્થર તોડવા માટે બ્લાસ્ટ કરીને પથ્થરનો મારો ચારેય બાજુ ફેલાતો હોય છે, આના કારણે ઉડતા પક્ષીઓને મોરને પણ ઇજાઓ થતી હોય છે. કેટલાક પક્ષીઓ પૂજા થવાનો ડુંગર અને અંદર મરણ પામેલા અનુમાન ગામમાંથી માહિતી મળતી જાણવા મળેલ છે. બ્લાસ્ટની કામગીરી દરમિયાનમાં આવી ઘટના બને અને રાષ્ટ્ર પક્ષી મોરની નુકસાની ઈજા પહોંચી લીધી કે ખરેખર તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક નોંધ લેવાય તે જરૂરી.