સંતરામપુરના નસીકપુર ગામે એક પેડ ર્માં કે નામ અભિયાન અંતર્ગત માતાના હસ્તે વૃક્ષ રોપવામાં આવ્યું

ભારતીય જનતા પાર્ટીના દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન બન્યા પછીનો પહેલો સંકલ્પ એક પેડ ર્માં કે નામ એ અભિયાનના અનુસંધાનમાં આજરોજ મારા વતનના નસીકપુર ગામે માતાજીના હસ્તે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. તેમાં મુખ્યત્વે આંબો ચીકુ અને બીલીપત્રના ઝાડનું વાવેતર કરવામાં આવ્યું હતું. જીલ્લાના 941 બુથ ઉપર આ કાર્યક્રમ થશે વૃક્ષારોપણના પ્રથમ દિવસે એટલે કે 26 તારીખ 27 તારીખે 28 મી એમ ક્રમશ: પહેલા દિવસે જીલ્લાની અંદર જે પદા અધિકારી પ્રમુખ તરીકે છે. તર જીલ્લા સંગઠનના પ્રમુખ, તાલુકા સંગઠનના પ્રમુખ શક્તિ કેન્દ્રના પ્રમુખ એ પ્રમાણે પ્રમુખ જે છે. ચુંટાયેલા જીલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, એ રીતે પ્રમુખઓ આખા જીલ્લામાં આજે પોતાના માતાની સાથે વૃક્ષની વાવણી કરશે અને એ વાવણી કરેલ તસ્વીર નમો એપ્લિકેશન ઉપર અને સરળ એપ્લિકેશન ઉપર અપલોડ કરશે. જીલ્લામાં આ અભિયાન દ્વારા જીલ્લાના તમામ 941 બુથ ઉપર આ કામ કરવામાં આવશે અને સાથે સાથે 4000 જેટલા સક્રિય કાર્યકર્તાઓ અને જીલ્લાના મુખ્ય બોડી સાથે મોરચાના પદાધિકારીઓ ચૂંટણી લડેલા લોકો પૂર્વ પદાધિકારીઓ આમ, તમામ કાર્યકર્તાઓ આ અભિયાનની અંદર જોડાશે અને ગ્લોબલ વોર્મિંગ ની સામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જે અભિયાન ચલાવ્યું છે “એક પેડ માર્ં કે નામ” એમાં મદદરૂપ બનશે અને આ રીતે પર્યાવરણની સુરક્ષા કરવા માટેનો એક ઉમદા હેતુ દેશના વડાપ્રધાન દ્વારા થયો હોય ત્યારે મેં પણ મારા ગામ માંથી નસીકપુર ગામે થી શરૂઆત કરી હતી અને માતૃ અંબા બાની હાજરીમાં આ કાર્ય પૂર્ણ કર્યું હતું. શકિત કેન્દ્ર સંયોજક ગોવિંદભાઈ બારીયાએ પણ ર્માં સાથે વૃક્ષનું વાવેતર કર્યું હતું.