શહેરાના નાંદરવા ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મહેલાણ ગામના બાઈક ચાલક રમેશ ખાંટનું ઘટના સ્થળે મોત થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
શહેરા નાડા રોડ ઉપર નાંદરવા ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં મહેલાણ ગામના તળાવ ફળિયામાં રહેતા રમેશ સોમાભાઈ ખાંટ ને શરીરના માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનેલા બનાવને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજી બાઈકના ચાલકને પણ શરીરે નાની મોટી ઇજા પહોંચી હોવાથી સારવાર હેઠળ છે. હાલ તો આ બનેલા બનાવને લઈને મૂર્તક ના પરિવારજનોમાં ઘેરો શોક છવાયો હતો.