ગોધરા તાલુકાના નદીસર ગામના વિવિધ ફળિયાઓમાં નાગરિકોને છેલ્લા દશ પંદર દિવસ થી પાણી પુરવઠો ન મળતા નદીસર ગ્રામ પંચાયત ખાતે ગામ ની મહિલા ઓ દ્વારા હલ્લાબોલ કરવા માં આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ ગોધરા તાલુકા ના નદીસર ગામ ના આંટા ફળિયું, લીમડી ફળિયું, જૂની પોસ્ટ ફળિયું, રામજી મંદિર વિસ્તાર સહિત ના વિસ્તારો માં નદીસર પંચાયત દ્વારા અપાતો પાણી પુરવઠા સ્થાનિકોની ફરિયાદ મુજબ છેલ્લા દશ-પંદર દિવસ થી અનિયમિત રીતે અપાતા સદર ફળિયાના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ અંગે આંટા ફળિયાના સ્થાનિક મહિલા લીલાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, દશ-પંદર દિવસ થી પાણી પુરવઠો દિવસથી નથી મળતો, જેથી ભારે મુસીબત વેઠવી પડે છે.
આ તરફ પંચાયતના સૂત્રોને પૂછતા તેવો એ જણાવ્યું હતું કે, નદીસર ખાતે નર્મદા અને મહીસાગર બન્નેની જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણી આવે આ બન્ને જગ્યાએથી આવતું પાણી નિયમિત ન આવતા દરેક ફળિયામાં સંતોષ કારક પાણી આપી શકાતું નથી.
ઉગ્ર દેખાવો સાથે મહિલાઓએ પંચાયત સંકુલમાં પાણીના માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો હતો અને એક તબ્બકે હાય…હાય…ના નારા લગાવીને પંચાયતને તાળાબંધી કરવામાં આવી હતી.
આ તરફ નદીસર ખાતે નર્મદા આધારિત પી.એમ.4 યોજનાના પાણીની નદીસર સંપ ખાતે આવતી મુખ્ય પાઇપ લાઇનમાં કેટલાક ભૂતિયા કનેક્શન આપવા આવ્યા હોવાની વિગતો પણ જાણવા મળેલ છે.
નર્મદા અને મહીસાગરની જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી અનિયમિત રીતે મળતા નદીસરના વિવિધ ફળિયાઓમાં પાણીની સમસ્યા વિકટ બની છે.