- શહેરા તાલુકાના માતરીયા વ્યાસ ગામની ડુંગરા ફળિયા પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ પુંજીબેન ચારણના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
શહેરા, શહેરા તાલુકાના માતરીયા વ્યાસ ગામમાં આવેલ ડુંગરા ફળિયા પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ પુંજીબેન હાજાભાઇ ચારણ અને ભાજપ અગ્રણી હાજાભાઈ ની અધ્યક્ષતામાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ પુંજી બેન ચારણ સહિત ઉપસ્થિત મહાનુભાવોનું શાળા પરિવાર દ્વારા ફૂલોનું બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ અને સરપંચના હસ્તે શાળામાં ધોરણ એક માં અને આંગણવાડીમાં પ્રવેશ મેળવતા બાળકોને કુમકુમ તિલક કરીને શૈક્ષણિક કિટ આપવામા આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના અગ્રણી ધર્મેન્દ્ર સિંહ પટેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે શાળાની ખુલ્લી જગ્યામાં વિવિધ છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.