શહેરા એસ.જે.દવે હાઈસ્કુલ ખાતે સ્થાનિક પોલીસની ઉપસ્થિત ડ્રગ્સ નાબુદી જનજાગૃતિ કાર્યક્રમ યોજયો

શહેરા,એસ.જે. દવે હાઈસ્કૂલ ખાતે સ્થાનિક પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંતોષ શેવાળેની ઉપસ્થિતિમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ નાબુદી અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંતોષ શેવાળે નાર્કોટિક્સ ડ્રગ્સના દુષણ અંગેની વિસ્તૃત માહિતી તેઓ દ્વારા આપવામાં આવા સાથે વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ બાબતે શપથ પણ લેવડાવામાં આવ્યા હતા.