26 જુન વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસે ગોધરામાંં ડ્રગ્સ વિરોધી પોસ્ટર સાથે બાઈક રેલી યોજાઈ

ગોધરા,26 જુન વિશ્વ ડ્રગ્સ દિન નિમિતે ડ્રગ્સના દુષણ અંગે જનજાગૃતિ ફેલાય તે માટે પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા આર.વી.અસારી અને જીલ્લા પોલીસવડા દ્વારા સ્કુલ, કોલેજોમાં નાર્કોટીસ ડ્રગ્સ અંગે સેમિનાર કરવા અને સુચન કરાયું હતું. જેના ભાગરૂપે ગોધરા શહેરમાંં ડ્રગ્સ વિરોધી પોસ્ટર સાથે બાઈક રેલી કાઢવામાં આવી હતી.