ગોધરા,
ગોધરા માં ગુજરાત વિજ કંપની એ ગત વર્ષાઋતુમાં પ્રિમોન્સુનની કામગીરી કરી હોય તેમ દેખાતી નથી. વરસાદની સીઝન અને વરસાદ સાથે પવન વિજળીના કડાકા સાથે આકાશમાં થતાંની સાથે જ વિજ કંપની ગોધરાના અધિકારીઓ ભડકી જાય છે. તેવું માની શકાય છે. ૨૦ મીનિટ વરસાદ કડાકા સાથે વરસે તે વિજ કંપની બે કલાક વિજ પુરવઠો બંધ કરી દેતા નાગરિકો તેમજ વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. વરસાદની શરૂ આત આજે બે મહિના ઉપરાંતના દિવસો થયા છે. ત્યારે વિજ કંપનીની પ્રિમોન્સુન કામગીરી અંગે શંકાઓ-કુશંકાઓ ઉદભવે તેવી કામગીરીથી હેરાન પરેશાન લોકો વિજ કંપની પર ફટકારની સાથે ગાળોનો વરસાદ વરસાવી રહ્યા છે. ચોમાસાની સીઝનમાં શહેરમાં અનેક જગ્યાએ વિજ બંધ રહેતા રાત્રીના સમયે પોલીસ અને રાત્રી દરમ્યાન આવતાંં મુસાફરો અને રહિશોને હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે વિજ કંપની કયારે સારી કામગીરી કરશે જે પ્રિમોન્સુનની કામગીરીની ગુણવતા યુકત કરી હોય તો ૨૦ મીનીટના વરસાદમાં લાઈટના મોટા ફોલ્ડ ન થાય પણ માત્ર કાગળ પર કામગીરી બતાવી કામગીરી કર્યાનો સંતોષ માનતા વિજ અધિકારીઓને જરૂરી છે કે વિજ પુરવઠો સારી રીતે ૨૪ કલાક મળી રહે તેવી કામગીરી કરવાની જરૂર છે. જ્યાં લાઈનોમાં જોઈન્ટો માર્યા હોય ત્યાં નિરીક્ષણ કરવું જરૂરી બન્યું છે. જો નિરીક્ષણ બરાબર થયું હોય તો કદાચ ચોમાસામાં વરસાદ દરમ્યાન લાઈટના ફોલ્ડ ન થાય ત્યારે કાગળ પર દોડાવતા ઘોડાને હકીકતમાં કામગીરી કરવી જરૂરી બન્યું છે. અને ગ્રાહકોને સેવાનો ઉત્તમ લાભ મળે તેવા પ્રયાસો કરવા જરૂરી બન્યું છે.