સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલા ગોધરા નગર પાલિકા પ્રમુખ સહિતના પક્ષ વિપક્ષ નાં પાલિકા સભ્યો દ્વારા કુલ 16 મુદ્દા મંજૂર કરવામાં આવ્યા. જ્યારે ગોધરા રેલવે સ્ટેશન બહાર શૌચાલય ને અન્ય જગ્યાએ ખસેડવા માટે પણ સર્વે સભ્યોએ મંજૂરી આપી હતી.
ગોધરા નગર પાલિકા ખાતે આજ રોજ સામાન્ય સભા મળી હતી. જેમાં પાલિકા પ્રમુખ સહિત સતાધારી પક્ષના સભ્યો તેમજ વિપક્ષ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કુલ 16 મુદ્દા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે તમામ 16 મુદ્દા નો ઉપસ્થિત સભ્યો દ્વારા સર્વ સમંતી થી મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં ગોધરા શહેરનાં રેલવે સ્ટેશન બહાર જે શૌચાલય છે તેને અન્યત્ર ખસેડવામાં આવે તે મુદ્દાને પણ સર્વ સમંતિ થી તમામ સભ્યોએ મંજૂરી આપી હતી. આ ઉપરાંત નગર પાલિકા ની વિવિધ સમીતીઓનાં ચેરમેનોની પણ વરણી કરી નિમણુંક કરવામાં આવી હતી.
જેમાં વિવિધ સમીતીઓના ચેરમેનમાં કારોબારી ચેરમેન – ઉષ્માબેન ભરતભાઇ પટેલ, સફાઇ/ આરોગ્ય વિભાગ- સવિતાબેન ચંદુભાઇ બુજ, જાહેર બાંધકામ વીભાગ-જીતેન્દ્રકુમાર ધરમદાસ સાવલાણી, અમૃત યોજના- દિપેશસિંહ જગદીશસિંહ ઠાકોર, મહેસુલ વિભાગ- કશ્યપભાઇ મુરલીધર મુલચંદાણી, પાણી પુરવઠા વિભાગ- ભારતીબેન સતીશભાઇ પટેલ, ભૂગર્ભ ગટર યોજના- હંસાબેન પ્રેમેન્દ્રભાઇ વાધેલા, દિવાબત્તી વિભાગ- મુમતાજ યાકુબ મીઠાભાઇ, મોટર વ્હીકલ કમીટી-દિવાબેન વિઠ્ઠલભાઇ પરમાર, ટાઉન પ્લાનીંગ એન્ડ ડેવલોપર્સ- વર્ષાબેન નીલેશભાઇ ઠાકર, પ્લાનીંગ વિભાગ- સેજલબેન ભાર્ગવભાઇ સોની, બગીચા વિકાસ વીભાગ- રમીલાબેન શાંતિલાલ સોલંકી, મેલેરીયા સ્કીમ સલાહકાર વિભાગ- અક્રમ મહેબુદભાઇ દિવાન, સાંસ્કૃતિ સલાહકાર- ગૌરીબેન અશોકચંદ્ર જોષી, આવાસ કમીટી- ગોવિંદભાઇ કાંતિભાઇ નાયક, તળાવ બ્યુટીફીકેશન વિભાગ- જયપ્રકાશ ગંગારામ હરવાણી, વ્યવસાય વેરા કમીટી- નીલિમાબેન અંકિતભાઇ શાહ, મનોરંજન કર ગ્રાંટ કમીટી-નિમ્મીબેન નીરજકુમાર પરીખ, નાણાપંચ કમીટી- અફુરાબીબી સઇદ સદામસની નિમણુંક કરવામાં આવી હતી.