ગોધરા તાલુકાના કલ્યાણા ગામનો યુવાન બે દિવસ પહેલા બાઈક ઉપર થી પટકાયેલ યુવાનનો મૃતદેહ મળી આવ્યો

ગોધરા,

ગોધરા તાલુકાના કલ્યાણા ગામનો યુવાન હાલોલ તરફ થી નર્મદા કેનાલ ઉપર ગામે આવતાં હોય દરમિયાન અસાયડી ગામે બાઈક ડીવાઈડર સાથે અથડાતા કેનાલમાં પડેલ યુવાનનો મૃતદેહ બે દિવસે રતનપુર કાંટડી નજીક કેનાલ માંથી મળ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના કલ્યાણા ગામે રહેતા યુવરાજસિંહ મહોબતસિંહ રાઠોડ ઉ.વ.25 તા. 17 નવેમ્બરના રોજ હાલોલ થી ગામે નર્મદા કેનાલવાળા રસ્તે આવતાં હતા. ત્યારે અસાયડી ગામ પાસે બાઈક આગળ કુતરૂ આવી જતાં બાઈક ડીવાઈડર સાથે અથડાતા ચાલક યુવરાજસિંહ નર્મદા કેનાલમાં પડી ગયેલ હોય તેમનો મૃતદેહ બે દિવસ બાદ રતનપુર કાંટડી ગામ પાસે કેનાલ માંથી મળી આવ્યો. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.