કાલોલના બાકરોલ ગામ પાસે બાઈક આગળ જાનવર આવતાં બાઈક ઉપરથી પટકાયેલ યુવાનનું મોત

કાલોલ,

કાલોલ તાલુકાના બાકરોલ ગામે રોડ ઉપર થી પસાર થતી બાઈક આગળ જનાવર આવી જતાં બાઈક ઉપરથી પટકાયેલ બાઈક ચાલકને ઈજાઓ થતાં મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના બાકરોલ ગામે રોડ ઉપર થી બાઈક નં. જીજે.06.એમએફ.653ના ચાલક ધવલભાઈ ગોહિલ પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી કોઈ જાનવર સાથે અથડાઈ જતાં બાઇક ઉ5ર થી ફંગોળાઇ ધવલભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.