અમદાવાદ એલજી હોસ્પિટલમાં મહિલા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

અમદાવાદ એલજી હોસ્પિટલમાં મહિલા સાથે દુષ્કર્મ થતાં ખળભળાટ મચી ગયો છે. સરકારી હોસ્પિટલમાં ખરાબ કૃત્ય કરાતાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં આવેલી એલ જી હોસ્પિટલમાં કામ કરતી મહિલાએ સુપરવાઈઝરે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું કહી પોલીસમાં ફરિયાદ કરી છે. સુપરવાઈઝરે મહિલાને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યુ હતું. સરકારી હોસ્પિટલમાં જ દુષ્કર્મ કરાતાં ખળભળાટ મચવા પામ્યો છે. શહેર પોલીસે આ મામલે ગુનો નોંધી સખ્ત કાર્યવાહી શરૂ કરી છે.