મોરવા હડફ તાલુકાના અગરવાડા ગામે રસ્તો ઓળંગી રહેલા રાહદારી મહિલાને બાઇકચાલકે અડફેટે લઈ ઈજાઓ પહોંચાડી

મોરવા(હ),

મોરવા હડફ તાલુકાના અગરવાડા ગામે આવેલા કોલોની ફળિયામાં રહેતા જશોદાબેન વીરસિંહ બારીયા ગત 14 તારીખે સવારના સમયે પોતાના ઘર નજીક મોરવા હડફ સૂલિયાતને જોડતો હાઇવે પસાર કરી રહ્યા હતા. તે વેળાએ પૂરઝડપે બાઈક લઈને આવેલા બાઇકચાલકે તેઓને અડફેટે લીધા હતા. જેમાં જશોદાબેનને જમણા પગ તેમજ હાથ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. અક્સ્માત બાદ બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર અકસ્માત અંગે જશોદાબેનના પુત્ર સંજય દ્વારા મોરવા હડફ પોલીસ મથકે બાઈક ચાલક સામે બાઈકના નંબરના આધારે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.