અફઘાનિસ્તાન ટી ૨૦ વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ અફઘાનિસ્તાનની શેરીઓ પર જોરદાર ઉજવણી

બાંગ્લાદેશને હરાવીને અફઘાનિસ્તાનની ટીમ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આ પ્રથમ વખત છે જ્યારે અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી છે. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૧૫ રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશને જીતવા માટે ૧૯ ઓવરમાં ૧૧૪ રન બનાવવાના હતા, પરંતુ ટીમ ૧૭.૫ ઓવરમાં ૧૦૫ રન સુધી જ સિમિત રહી અને અફઘાનિસ્તાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ૮ રનથી મેચ જીતી લીધી.

બાંગ્લાદેશને હરાવીને ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ ભારે ઉત્સાહ સાથે જીતની ઉજવણી કરી હતી. આ જીતની ઉજવણી અફઘાનિસ્તાનના રસ્તાઓ પર પણ જોવા મળી હતી. અફઘાનિસ્તાનના રસ્તાઓ પર મોટી સંખ્યામાં ચાહકો જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ત્યાં રંગબેરંગી રંગોથી હોળી પણ રમવામાં આવે છે. મેચ બાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાનમાં પણ ક્રિકેટનો ક્રેઝ ઘણો વધી ગયો છે. ત્યાંના ચાહકો તેમના ખેલાડીઓને જોરદાર સમર્થન આપે છે.

તમને જણાવી દઈએ કે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ૪ સેમીફાઈનલની ટીમો નક્કી થઈ ગઈ છે. ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયા છે. ભારત હવે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. જ્યારે અફઘાનિસ્તાન આફ્રિકા સામે ટકરાશે. દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે સેમિફાઇનલ મેચ ૨૭ મેના રોજ બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે ૬ વાગ્યે શરૂ થશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ પણ ૨૭મી મેના રોજ પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે ૮ વાગ્યાથી રમાશે.