ગુજરાત હાઈકોર્ટે સુરતના વકીલ અને સામાજિક કાર્યકર મેહુલ બોગરા સામે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે નોંધાવેલી એફઆઇઆર રદ કરવાનો ઈક્ધાર કરી દીધો છે. કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ નિર્જર દેસાઈએ કહ્યું હતું કે, જો પોલીસ ગુનાહિત કાર્યવાહીથી મુક્ત નથી, તો વકીલો પણ તેમાંથી મુક્ત નથી. બોગરાએ હાઈકોર્ટમાં અરજી કરી એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી.
બોગરાને ટ્રાફિક પોલીસમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે તૈનાત પોલીસ કર્મચારીઓ સાથે વારંવાર અથડામણ થઈ છે. ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દ્વારા કથિત રીતે માર મારવામાં આવ્યા બાદ સુરતના વકીલોએ બોગરાના સમર્થનમાં રેલી કાઢતાં વિવાદ વકર્યો હતો. પોલીસે ફેબ્રુઆરીમાં બોગરા વિરુદ્ધ ગેરકાનૂની રીતે સભા, રમખાણ, પોલીસના કામમાં અવરોધ અને અધિકારીઓ વિરુદ્ધ અપશબ્દો કહેવાનો કેસ નોંયો હતો.
બોગરાએ એફઆઈઆર રદ કરવા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. ગુરુવારે જ્યારે તેમની અરજી પર સુનાવણી થઈ ત્યારે જસ્ટિસ નિર્જર દેસાઈએ કહ્યું, મેં ઓછામાં ઓછા ૧૫ વખત અખબારોમાં આ નામ જોયું છે. દરેક વખતે આવી ઘટનાઓ ફક્ત તમારી સાથે જ કેમ બને છે? શું તમે યાન આકષત કરવા માટે આવું કરો છો અથવા તમે પ્રસિદ્ધિના ભૂખ્યા છો? તમે પોલીસ વિભાગને લગતા અન્ય મુદ્દાઓ કેમ ઉઠાવતા નથી?
બોગરાના વકીલે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે બોગરામાં હુમલો થયો હતો અને તેમણે પોલીસ સામે એફઆઈઆર નોંધાવી હતી, પરંતુ પોલીસે તેમની સામે એફઆઈઆર પણ ઢાલ તરીકે દાખલ કરી હતી. બોગરાને કોઈ રાહત આપવાનો ઈનકાર કરતાં જસ્ટીસે કહ્યું, તમે વકીલ અને સામાજિક કાર્યકર છો, તેનો અર્થ શું છે કે તમને કંઈ કરવાનું લાઇસન્સ મળ્યું? જો પોલીસ ગુનાહિત કેસોમાંથી મુક્ત ન હોય તમે વકીલો પણ નહીં.