ભુજ એસટી ડેપોમાં ડ્રાઇવરની અશ્લીલ હરક્તનો વિડીયો વાઇરલ થતા ચકચાર મચી ગઈ છે. તેણે જાહેરમાં બિભત્સ ચેનચાળા કર્યા છે. ડ્રાઇવર બી.એન. જાડેજાએ અશ્લીલ હરક્ત કરી છે. તેના પગલે એસ.ટી. નિયામકે તપાસના આદેશ આપ્યા છે.
ભુજ એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવર જાડેજા સ્ટાફમાં જ ફરજ બજાવતી યુવતીને ચુંબન કરતો હતો અને અશ્લીલ હરક્તો કરતો હતો તેનો વિડીયો કોઈ પ્રવાસીએ ઉતારી લીધો હતો અને વાઇરલ કરી દીધો હતો. આ વિડીયો વાઇરલ થવાની સાથે જ કચ્છના એસ.ટી. વિભાગીય નિયામક વાય કે પટેલે ડ્રાઇવર સામે ખાતાકીય પગલાં લેવા સહિત સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
આ અંગે ભુજના એસ.ટી.ડેપો મેનેજરે જણાવ્યું હતું કે ડ્રાઇવર જાડેજા જુદાં-જુદાં રૂટો પર બસ ચલાવે છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વિડીયોને લઈને ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસટી ડ્રાઇવર નવા બનેલા બસ પોર્ટમાં આ રીતે જાહેરમાં ચેનચાળા કરે તે અત્યંત શરમજનક બાબત છે.