દે.બારીયા મામલતદાર ઓફિસના પહેલા અને બીજા માળની લોબીમાં આમ જનતા માટે બેસવા માટે કોઇપણ વ્યવસ્થા નથી ???

દે.બારીયાની મામલતદાર બીલડીગ્ઝ બને લગભગ 10 થી 15 વર્ષ થવા આવ્યા નવિન બિલ્ડીંગમાં બે માળ બનાવ્યા છે. બન્ને માળના રૂમોમાં અલગ અલગ વિભાગની શાખાઓ કાર્યરત છે. આ તમામ શાખાઓમાં હજાર આમ જનતા કાર્ય કરવા માટે આવતી હોય છે. તેમની મહેસુલી આવક લાખ્ખોમાં સરકારની તિજોરીમાંં આવકમાં જમા થતી હોય છે. પરંતુ આમ જનતા માટે બેસવાના બાંકડા નથી. લોબીમાં પંખા પણ નથી જ્યાં બેસવાના બાંકડા હતા. પંખા પણ હતા ત્યાં નવા ટેબલો માટે બોકડા બનાવી કાર્યરત કરી દેવાયા છે. પંખા ના હોવાના કારણે 41 ડીગ્રીમાં આમ જનતા પરસેવે રેબઝેબ થાઈ જાય છે. આવી કાળઝાળ ગરમીમાંં પંખાની સુવિધા ના હોય તો કોઈપણ આમ જનતાને તબીયત લથડી શકે છે.

જેથી વહેલમાં વહેલી તકે બેસવા માટે બાંંકડા તથા પંખાની સુવિધા આપવાની માંગ ઉઠવા પામી છે. પહેલા માળે મુખ્ય મામલતદારનું ચેમ્બર આવેલ છે તથા મહેસુલ શાખા તથા ઈ-ધરા અને એકટીવીટી શાખા કાર્યરત થયેલી છે. જયાં આમ જનતા માટે બેસવા માટે સ્ટીલ બોક્ષી બનાવી દીધા છે, પણ આમ જનતા માટે બેસવાની સુવિધા હતી. તેનાથી કેમ વંચિત કરવામાંં આવ્યા છે. 41 ડીગ્રીની ગરમીમાં બેસવા માટે બાકડા નથી પંખા પણ નથી તથા દર મંગળવારના દિવસે વીજ પુરવઠો બંધ રહેતા ઓફિસનું દૈનિક કાર્ય કરવા માટે જનરેટર પણ ઉપલબ્ધ નથી. જેથી મંગળવારે આમ જનતાનું વીજ પુરવઠો બંધ હોવાના કારણે કાર્ય થતુંં નથી. તમામ શાખાઓનું કાર્ય ઠપ થઈ જાય છે.

દે.બારીયામાંં દર મંંગળવારે વીજ પુરવઠો બંધ રહેતો હોવાથી જાહેર રજાનો દિવસનો આખી ઓફિસમાં આભાસ થાય છે. મામલતદારની ઓફિસના બીજા માળે પુરવઠા શાખાની લોબીમાં આધારકાર્ડની કામગીરી માટે કોમ્પ્યુટર ઓપરેટર આધાર લીંકનું કાર્ય કરે છે. જ્યાં હાલમાં ખુબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ મહિલા, બાળકો, પુરૂષો આવે છે. તેમને ત્યાં નીચે લોબીમાંં બેસવું પડે છે. ઉપરની છત પર સીલીંગ ફેન દુર દુર સુધી દેખાતો નથી. જેથી આમ જનતાને લાખ્ખોના આંકડામાંં મહેસુલી આવકના બદલામાંં આમ જનતાને પ્રાથમિક સુવિધામાંં બેસવા માટે બાંકડા નથી. ગરમીમાં પંખા નથી. ઈમરજન્સીમાં લાઈટ માટે જનરેટરની સુવિધા ના હોવાના કારણે આમ જનતાના દૈનિક કાર્યો થતા નથી. જેથી આમ જનતા માટે સુવિધા કયારે ઉભી કરાશે તે આવનારો સમય બતાવશે.