નીટપરીક્ષા ષડયંત્રની તપાસ માટે ગોધરા આવેલ સીબીઆઈ અધિકારીઓ બીજા દિવસે તપાસતા ડોકયુમેન્ટનો અભ્યાસ શરૂ કર્યો

  • ડોકયુમેન્ટ તપાસમાં નવા ખુલાસ થાય તેવી શકયતાઓ.

ગોધરા,પંંચમહાલ ગોધરામાંં નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે અને સીબીઆઈ દ્વારા સોમવારના રોજ ગોધરા પહોંચીને પંચમહાલ પોલીસ પાસેથી છ જેટલી ફાઈલ અને 1000પાનાની ડોકયુમેન્ટ એકઠા કરીને હતી અને બીજા દિવસે તમામ ડોકયુમેન્ટનો અભ્યાસ કરાઈ રહ્યો છે.

ગોધરા જય જલારામ સ્કુલમાં નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રમાં ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાતા નીટ પરીક્ષામાં ચોીરના કિસ્સામાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓના રીમાન્ડ મેળવી આવ્યા હતા અને તપાસ ડી.વાય.એસ.પી. એન.વી.પટેલ કરી રહ્યા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સીબીઆઈને સોંપવાનો નિર્ણ્ય કરવામાંં આવ્યો હતો અને સોમવારના રોજ સીબીઆઈ ટીમ ગોધરા સર્કીટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા. પંચમહાલ પોલીસ દ્વારા નીટ પ્રકરણની તપાસ કરાઈ હતી. તેવી છ જેટલી ફાઈલ અને 1000 પાનાના ડોકયુમેન્ટ સીબીઆઈને સોંપવામાં આવ્યા હતા. સીબીઆઈ દ્વારા સતત બીજા દિવસે તપાસના તમામ ડોકયુમેન્ટનો અભ્યાસ કરવામાં આવ્યા હતા. નીટ પરીક્ષામાં ચોરીના પ્રકરણમાં 5 સીબીઆઈ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. ત્યારે પંચમહાલ પોલીસ તપાસના ડોકયુમેન્ટની તપાસમાં નીટ પરીક્ષામાં ચોરી ષડયંત્રમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.