ઝાલોદ ફાયર વિભાગ દ્વારા અનાજ ગોડાઉને અચાનક આગ લાગે તો શું કરવું તે અંગે માહિતી આપવામાં આવી

તારીખ 25-06-2024 મંગળવારના રોજ આસરે સવારે દસ વાગે ઝાલોદ ફાયર વિભાગના ઈન્ચાર્જ બચુભાઈ પૂંજાભાઇ ભોઇ દ્વારા નગરના અનાજ ગોડાઉન પર જઈ ત્યાં ઉપસ્થિત ગોડાઉન મેનેજર એસ.કે.ડામોરને સાથે રાખી ગોડાઉન પર ઉપસ્થિત સ્ટાફ તેમજ મજૂરવર્ગના કર્મચારીઓને અચાનક આગ લાગે તો ફાયરના બોટલની પીન કઈ રીતે ખોલવી અને જ્યાં આગ લાગી હોય ત્યાં તે આગને કેટલા અંતરથી કાબુમાં લેવું તે અંગે માહિતી આપવામાં આવી હતી.

ચોમાસાનુ આગમન ધીરે ધીરે નગરમાં થઈ રહેલ છે, તે અન્વયે દાહોદ કલેક્ટરની સૂચના મુજબ અચાનક પૂર, આગ, વાવાઝોડા જેવી આપત્તિ આવી જાય તો તેમા ગભરાયા વગર કઈ રીતે કામગીરી કરવી તે અંગે પણ વિસ્તારમાં માહિતી ફાયર વિભાગના ઈન્ચાર્જ બચુભાઈ દ્વારા આપવામાં આવી હતી.