બાલાસિનોરમાં જાહેર માર્ગો ઉપર કચરો ફેંકી ગંદકી ફેલાવનારાઓ સામે કાર્યવાહી

  • નગરપાલિકા દ્વારા 10 જેટલા દુકાનદારો સામે કાર્યવાહી કરી દંડ ફટકાર્યો.

બાલાસિનોર, બાલાસિનોર માં જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવનારાઓ વિરૂદ્ધ નગરપાલિકાએ દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. બે દિવસ પહેલા નગરપાલિકા 10 જેટલા દુકાન માલિકોને દંડ ફટકાર્યો હતો. નગરપાલિકાની આ કાર્યવાહીથી જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા લોકોમાં ડર ઉભો થયો છે.

બાલાસિનોર નગરપાલિકા દ્વારા તારીખ 20/06/2024 ના રોજ બાલાસિનોર નગરના રાજપુરી દરવાજાથી બસ સ્ટેશન રોડ પર જાહેર રસ્તા પર કચરો ફેકવા બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવી. જેમાં રજવાડી ટી સ્ટોલ, સાહિલ જનરલ સ્ટોર, અલ્તાબ પાન કોર્નર, કનૈયા નાસ્તા હાઉસ, ભોલેનાથ ફાલુદા વિગેરેને દંડ કરવાં આવ્યો. વેપારીઓ દ્વારા જાહેર માં કચરો ફેંકી ગંદકી ફેલાવવામાં આવતી હતી. તેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. બાલાસિનોર નગરપાલિકાની ટીમ દ્વારા નગરમાં તપાસ કરવામાં આવતાં જાહેરમાં કચરો નાખવામાં આવી રહ્યું હોવાનું જણાય આવ્યું હતું. હા મામલે કચરો નાખી ગંદકી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ આ જ રીતે નગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે અને ગંદકી ફેલાવનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે.