હાલોલ વિધાનસભા બેઠકના આપ પાર્ટીના ઉમેદવાર માટે અરવિંદ કેજરીવાલે રોડ શો કરી મત માંગ્યા

હાલોલ,

હાલોલ વિધાનસભા બેઠક ઉપર આપ પાર્ટીના ઉમેદવારની ચુંટણી પ્રચારમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રેલી યોજી.

હાલોલ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત રાઠવાના ચુંટણી પ્રચાર માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ હાલોલ ખાતે આવ્યા હતા. કંજરી બાયપાસ રોડ થી બસ સ્ટેશન સુધી કેજરીવાલના રોડ શો યોજવામાં આવ્યો. કેજરીવાલ દ્વારા આપ પાર્ટીના ઉમેદવાર માટે મત માંગ્યા હતા. આપ પાર્ટીના રોડ શો માં મોટી સંખ્યામાં આપ સમર્થકો અને કાર્યકરો ઉમટી પડયા હતા. સાથે આપ પાર્ટીના કેજરીવાલના રોડ શો દરમિયાન મોદી….. મોદીના નારા લાગ્યા હતા. ત્યારે કેજરીવાલે કહયું કે મોદીના નારા લગાવે છે. તેને પણ મારી સાથે લઈ આવીશ તેમ કહ્યું હતું.