ગોધરા, પંચમહાલ જીલ્લામાંં મંગળવાર વહેલી સવારે મેધરાજાએ પધરામણી કરી હતી. ગોધરા, કાલોલ, ધોધંબા, હાલોલ અને જાંબુધોડામાં કડાકાભેર વરસાદ પડયો હતો. વહેલી સવારે પડેલ વરસાદમાં કાલોલ તાલુકામાં 32મી.મી.જેટલો વરસાદ પડતા માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયેલ જોવા મળ્યા.
પંચમહાલ જીલ્લામાં ધરતીપુત્રો મેધરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે મંગળવારે વહેલી સવારે પવનના સુસવાટા સાથે કડાકા ધડાકા સાથે મેધરાજાએ પધરામણી કરી હતી. જીલ્લાના ગોધરા, કાલોલ, ધોધંબા, હાલોલ અને જાંબુધોડામાં મેધરાજાએ મહેર કરતાં લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. વહેલીસ વારે પડેલ વરસાદમાં કાલોલ તાલુકામાં 32 મી.મી.વરસાદ નોંધાયો હતો. જેને લઈ કાલોલના માર્ગો ઉપર પાણી ભરાયા હતા. ગોધરામાં સામાન્ય વરસાદ નોંધાવા પામ્યો. પરંતુ મેધરાજાએ મોડેમોડે પધરામણી કરતાં ધરતી પુત્રોમાં આશા બંંધાઇ છે પરંતુ શહેરા અને મોરવા(હ)માં વરસાદ નહિ પડતાંં ધરતીપુત્રોમાં નિરાશા જોવા મળી છે.
પંચમહાલ જીલ્લામાં નોંધાયેલ વરસાદી આંકડા….
- ગોધરા-1 મી.મી.
- કાલોલ- 32 મી.મી.
- ધોધંંબા- 14 મી.મી.
- હાલોલ-15 મી.મી.
- જાુંબધોડા-24 મી.મી.
- શહેરા-00
- મોરવા(હ)-00
પંચમહાલ જીલ્લામાંં વહેલી સવારે મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ પડતા મંદિરના પગથિયા પાણી પાણી ગયા હતા. મંદિર તરફ જવાના માર્ગના પગથિયા પર વરસાદી પાણીનો ધોધ જોવા મળ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે યાત્રાધામ પાવાગઢ આહલાદ્દક દ્દશ્યો જોવા મળ્યા.