હાલોલ તાલુકાની સરકારી શાળાના બે શિક્ષકો ખાનગી શાળાના મેનેજમેન્ટ સંભાળતા હોય તે અંગે પ્રા.શિક્ષણ અધિકારી અને ટીમ દ્વારા તપાસ અને નિવેદનો બાદ પણ કાર્યવાહીના નામે દેખાડો કરી બચાવવાનો પ્રયાસ

ગોધરા,

હાલોલ નગર ખાતે આવેલ ખાનગી સરસ્વતી સ્કુલમાં મેનેજમેન્ટની કામગીરી કરતાં બે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો અંગે અવારનવાર શિક્ષણ વિભાગમાં રજુઆત છતાં કાર્યવાહી ન થતાં જીલ્લાના દૈનિક અખબારમાં સરકારી શાળાના શિક્ષકો સરકારના લાખો રૂપીયાનો પગાર લેતા હોવા છતાં સરકારી શાળામાં ફરજ ઉપર ગેરહાજર રહી વધારે નાણાં કમાવવા માટે ખાનગી શાળાનું મેનેજમેન્ટ સંભાળતા હોય તેવા શિક્ષકો માટે રાજ્ય શિક્ષણ વિભાગ અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી અને બન્ને શિક્ષકોની સરકારી ફરજવાળી શાળાઓ માંથી નિવેદનો લેવામાં આવ્યા સાથે ખાનગી સરસ્વતી શાળાના ટ્રસ્ટી અને આચાર્યના નિવેદનો લેવામાં આવ્યા સાથે બન્ને શિક્ષકોના પણ નિવેદનો લેવામાં આવ્યા હતા.

હાલોલની સરસ્વતી સ્કુલમાં મેનેજમેન્ટની કામગીરી સંભાળતા શિક્ષકો જે અભેટવા પ્રા.શાળાના ગુણવંતભાઈ પટેલ અને વિઠ્ઠલપુરા પ્રા.શાળાના વિરેન જોષી પોતાની સરકારી ફરજવાળી શિક્ષકની નોકરીના સ્થળે સતત ગેરહાજર રહેતા હોય અને હાલોલની સરસ્વતી સ્કુલના મેનેજમેન્ટની કામગીરી માટે બન્ને શિક્ષકો દ્વારા પોતાની પત્નીઓના નામથી ખાનગી શાળા સાથે પાંચ વર્ષ માટે 50 ટકાના કમિશનની એગ્રીમેન્ટ કર્યું હતું અને પત્નીઓના નામે ખાનગી શાળા સાથે કરેલ મેનેજમેન્ટ સંભાળવાની કામગીરી બન્ને સરકારી શાળાના શિક્ષકો ગુણવંંત પટેલ અને વિરેન જોષી સંભાળતા હોય અને પોતાની સરકારી ફરજવાળી શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસને અંધકારમાય બનાવી રહ્યા હોય આ બાબતે પંચમહાલ જીલ્લા પ્રા.શિક્ષણાધિકારીને લેખિત રજુઆત છતાં બન્ને શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં નહિ આવતાં સરકારી શાળાના બન્ને શિક્ષકો ખાનગી શાળાનું મેનેજમેન્ટ કરતાં હોવાનો અહેવાલ જીલ્લાના દૈનિક અખબારમાં પ્રસિદ્ધ કરવામાં અહેવાલની અસર થતાં ગાંધીનગર પ્રા.શિક્ષણ વિભાગની ટીમ જીલ્લા પ્રા.શિક્ષણાધિકારી સાથે ગુણવંત પટેલની ફરજવાળી અભેટવા પ્રા.શાળાના શિક્ષકોના નિવેદનો, વિરેન જોષીની વિઠ્ઠલપુરા પ્રા.શાળાના શિક્ષકોના નિવેદના લેવામાં આવ્યા સાથે ખાનગી સરસ્વતી સ્કુલના ટ્રસ્ટી અને પ્રિન્સીપાલના નિવેદનો લઈ શિક્ષકો દ્વારા શાળા સાથે કરેલ એગ્રીમેન્ટની કોપીની માંગણી કરાઈ હતી. પરંતુ બન્ને શિક્ષકો દ્વારા પોતાના નિવેદનોમાં પોતે ખાનગી સરસ્વતી સ્કુલમાં જતા ન હોવાનું નિવેદન આપેલ છે અને પોતાની કરતુતોનો લુલો બચાવ કર્યો છે. પરંતુ બન્ને શિક્ષકો તા.29/10/2022ના લાભ પાંચમના રોજ સરસ્વતી શાળાના ટ્રસ્ટીઓ સાથે મળીને બન્ને શિક્ષકો ગુણવંત પટેલ અને વિરેન જોષીએ શાળામાં મેનેજમેન્ટના ધંધાનું મુર્હત કર્યું હતું. તે હજુ તાજો કિસ્સો છે. જો જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આવા શિક્ષકો સામે કાર્યવાહી માંગતા હોય તો શાળા માંથી સીસી ટીવી ફુટેજ મંગાવીને બન્ને શિક્ષકોની શાળા સાથેની સાંઠગાંઠની તપાસ કરી શકે છે. તે કરશે કે પછી બન્ને શિક્ષકોને આડકતરી રીતે બચાવી લેવામાં આવશે…?