આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના વડા ચંદ્રશેખર આઝાદ ઉત્તર પ્રદેશની નગીના લોક્સભા બેઠક પરથી ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા છે. ચંદ્રશેખર આઝાદે ૧૮મી લોક્સભાના પ્રથમ સંસદીય સત્રમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ચંદ્રશેખર આઝાદે કહ્યું, ’આ અવાજ હંમેશા નિષ્પક્ષ અને નબળાઓ માટે રહેશે. હું એ લોકોનો અવાજ છું જેમને માણસ નહીં પણ પશુ માનવામાં આવે છે અને સામાજિક-આથક આધારો પર કચડવામાં આવ્યા છે.
આ સાથે નગીના લોક્સભા સીટના સાંસદે કહ્યું, ’જ્યાં સુધી ચંદ્રશેખર આઝાદ સંસદમાં છે. ત્યાં સુધી દરેક જુલમ સામે અવાજ ઉઠાવવામાં આવશે. અને સરકારો પાસેથી જવાબ માંગવામાં આવશે. હાલમાં જ તેમની પાર્ટીએ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ મુલાકાત વિના ચંદ્રશેખરને મળવા જશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આઝાદના આજના નિવેદનને એ જ સાથે જોડવામાં આવી રહ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે તેમનો અવાજ હંમેશા નિષ્પક્ષ અને નબળાઓ માટે રહેશે. તાજેતરમાં આઝાદ સમાજ પાર્ટીના વડાએ એક પત્ર જાહેર કર્યો હતો. તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે જો કોઈ અધિકારી કે કાર્યકર હાઈકમાન્ડની પરવાનગી વગર ચંદ્રશેખરને મળવા જશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આજથી સંસદ સત્ર શરૂ થઈ ગયું છે. આજે દેશભરમાંથી નવા ચૂંટાયેલા તમામ સાંસદો આવી પહોંચ્યા હતા. પહેલા દિવસે પીએમ મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓએ લોક્સભાના સભ્યો તરીકે શપથ લેવડાવ્યા હતા. બાકીના સાંસદો મંગળવારે શપથ લેશે.