ઉરી સેક્ટર માર્યા ગયેલા આતંકવાદી પાસેથી પાક સેના માટે બનાવેલ ચીની સાધનો મળી આવ્યા

જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં છેલ્લા ૨ દિવસથી ચાલી રહેલું સર્ચ ઓપરેશન હવે સમાપ્ત થઈ ગયું છે. સુરક્ષા દળોએ એક્ધાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર કર્યો હતો. આ એક્ધાઉન્ટર દ્વારા એ વાત સામે આવી છે કે પાકિસ્તાની સેના માટે બનાવેલા ચાઈનીઝ ટેલિકોમ્યુનિકેશન ઈક્વિપમેન્ટનો ઉપયોગ હવે ભારતમાં આતંકી ગતિવિધિઓ કરવા માટે થઈ રહ્યો છે. સેનાને ઉરી એક્ધાઉન્ટરમાં સર્ચ ઓપરેશન દરમિયાન ચીની ટેલિકોમ્યુનિકેશન સાધનો પણ મળ્યા છે.

પાકિસ્તાની સેના માટે બનાવેલા ચાઈનીઝ ટેલિકોમ્યુનિકેશન ઈક્વિપમેન્ટ હવે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં હાજર આતંકવાદીઓના હાથમાં પહોંચી ગયા છે. ખીણમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં, ઉચ્ચ એનક્રિપ્ટેડ ચીની ટેલિકોમ ગિયર “અલ્ટ્રા સેટ”, જે પાકિસ્તાની સેના દ્વારા ઉપયોગમાં લેવાતું સાધન છે, તેને જપ્ત કરવામાં આવ્યું છે.

ઓપરેશન બજરંગ દ્વારા એક આતંકવાદી માર્યો ગયો, જેની ઓળખ બાગના રહેવાસી રફીક પાસવાલ તરીકે થઈ છે. તલાશી દરમિયાન તેની પાસેથી એક છદ્ભ-૪૭ રાઈફલ મળી આવી હતી. એક ચાઈનીઝ પિસ્તોલ પણ મળી આવી છે. આ સિવાય ઘણી ગોળીઓ પણ મળી આવી છે. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી પાકિસ્તાની અને ભારતીય રૂપિયા પણ મળી આવ્યા છે. તેની પાસેથી એક રેડિયો સેટ પણ મળી આવ્યો હતો. તેમજ તેની પાસેથી ડ્રાય ફૂડના કેટલાક પેકેટ પણ મળી આવ્યા હતા. તેને બદામ, કાજુ, ખજૂર અને નાળિયેર મળી આવ્યા છે (દરેક પેકેટનું વજન ૫૦૦ ગ્રામ છે). પાકિસ્તાનનું આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે.

આ પહેલા, રવિવારે ઉરી સેક્ટરમાં એલઓસી નજીક સુરક્ષા દળો દ્વારા ઘૂસણખોરી વિરોધી ઓપરેશન દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો. શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઉરી સેક્ટરમાં શનિવારે (૨૨ જૂન) ના રોજ શરૂ કરાયેલી ઘૂસણખોરી વિરોધી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો છે. હાલમાં પણ આ અભિયાન ચાલુ છે.

સુરક્ષા દળોએ શનિવારે બે દિવસ પહેલા નિયંત્રણ રેખા નજીક બે લોકોની શંકાસ્પદ ગતિવિધિઓ જોયા બાદ ઉરીના ગોહલ્લાન વિસ્તારમાં ઘૂસણખોરી વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કેટલાક કલાકો સુધી ચાલેલા એક્ધાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.