રાજકોટમાં નર્સિંગ યુવતી પર વાંકાનેર પંથકના વિધર્મી શખ્સનું વારંવાર દુષ્કર્મ

રાજકોટમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી ૨૪ વર્ષીય યુવતી પર તેની સાથે જ નસગનું કામ કરતાં મોરબી પંથકના કાનપર ગામના વિધર્મી શખ્સે તેણીના પરિવારને મારી નાંખવાની ધમકી તેમજ ગાળો આપી તેની સાથે જવા મજબુર કરી રાજકોટ અને અમદાવાદમાં વારંવાર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે યુનિવસટી પોલીસે યુવતીની ફરીયાદ પરથી દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે રૈયા ચોકડી નજીક રહેતી ૨૪ વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અર્ષદ ઈલિયાસ સેરસીયા (રહે. કાનપર, વાંકાનેર) નું નામ આપતાં યુનિવસટી પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી પરીવાર સાથે રહે છે અને અહીં જ આવેલ એક ખાનગી હોસ્પિટલમાં નસગ સ્ટાફ તરીકે નોકરી કરે છે. આરોપી શખ્સ પણ તે જ હોસ્પિટલમાં નોકરી કરતો હોય જેથી તે પરીચયમાં આવ્યો હતો અને એકબીજાની ઓળખાણ થયાં બાદ ક્યારેક ક્યારેક વાતચીત થતી હતી. દરમિયાન હવસખોર શખ્સ તેણીને વારંવાર ફોન કરવા લાગ્યો હતો અને તેમની સાથે પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આરોપીને તેણીએ પ્રેમ સંબંધ નહીં રાખવા માટે જણાવતાં તે ઉશ્કેરાયો હતો અને યુવતીની ઘરે ઘસી જઈ તેણીના પરિવારને હેરાન કરી જાનથી મારી નાંખવાની આપી બેફામ ગાળો આપી હતી.

અવારનવાર આરોપી યુવતી અને તેણીના પરિવારજનોને ધમકી આપતો હોવાથી અંતે કંટાળીને તેની સાથે સબંધ રાખવા માટે મજબૂર થઈ હતી. જે બાદ આરોપી યુવતીને અમદાવાદ લઈ જઈ તેમની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત તેણીના ઘરે પણ ઘસી જઈ યુવતીનો અનેકવાર દેહ ચૂંથ્યો હતો. જે બાદ અંતે કંટાળીને પરિવારજનોએ હિંમત આપતાં યુવતીએ ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવસટી પોલીસે દુષ્કર્મ અને ધમકીની કલમ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ એન.જે.મશાકપુત્રા અને સ્ટાફે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.