રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની ૨૧મી શૃંખલા ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે

  • બાલવાટિકાથી લઈને ધોરણ-૧૧ સુધી કુલ ૩૨.૩૩ લાખ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજનારા ૨૧મા શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંકડાકીય સિદ્ધિઓ કરતા બાળકના ભવિષ્ય માટે સારામાં સારું શું થઈ શકે તેના પર વિશેષ યાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની આપણી પ્રતિબદ્ધતાને સાકાર કરવા શિક્ષણ જ સર્વાંગી વિકાસના પાયામાં સૌપ્રથમ છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પાછલા બે દાયકાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કન્યા કેળવણીની સંકલ્પના સાકાર કરવા શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવે છે.

આ મહોત્સવની ૨૧મી કડી આગામી ૨૬ થી ૨૮ જૂન દરમિયાન ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે યોજાવાની છે.૨૧મા શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થનારા રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ માટેની માર્ગદર્શન બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અયક્ષતામાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.એફ.એસ. અધિકારીઓ સહિત વર્ગ-૧ના અધિકારીઓ આ માર્ગદર્શન બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આજે ૨૧માં વર્ષમાં પ્રવેશ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણના ભાગરૂપે રાજ્ય સરકારે ગત વર્ષે બાલવાટિકા શરૂ કરી છે. આ પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં રાજ્યભરના આશરે ૧૧.૭૦ લાખથી વધુ બાળકો પ્રવેશ લેશે. આ ઉપરાંત ૩.૬૦ લાખથી વધુ બાળકો આ વર્ષે સીધાં પહેલા ધોરણમાં પ્રવેશ લેશે. તેમણે ઉમેર્યું હતું કે, આ વખતે શિક્ષણ વિભાગે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને બાળકના જન્મ અને રસીકરણની વિગતો મેળવીને, દરેક પ્રવેશપાત્ર બાળકની ટેકનૉલોજિના ઉપયોગથી ઓળખ કરી છે.

પ્રવેશોત્સવ પહેલાં જ પ્રવેશ મેળવનાર બાળકોની નામ સાથેની યાદી જે તે શાળામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ યાદી મુજબનાં તમામ બાળકોને આ વખતે પ્રવેશ આપવામાં આવશે. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમના માયમથી પ્રવેશ બાદ પણ વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા સતત મોનિટરિંગ કરીને આ બાળકો શિક્ષણ પૂર્ણ કરે તેની કાળજી લેવામાં આવશે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, છેલ્લાં થોડાંક વર્ષોમાં પ્રાથમિક શાળાઓની ભૌતિક સુવિધાઓની કાયાપલટ થઈ છે. વર્લ્ડ બેક્ધની સહાયથી મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત અંદાજે ૧૫,૦૦૦ પ્રાથમિક અને ૫,૦૦૦ જેટલી માયમિક શાળાઓમાં ૫૦,૦૦૦ ખૂટતા ઓરડાઓ, એક લાખ જેટલા સ્માર્ટ ક્લાસરૂમ તેમજ ૨૫,૦૦૦ જેટલી કોમ્પ્યુટર લેબ-સ્ટેમ લેબ જેવી સુવિધાઓ ટૂંક સમયમાં જ કાર્યાન્વિત થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યશ્રીઓએ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને આપવામાં આવનાર શૈક્ષણિક કીટ અંગેના શ્ઈં૩૯;લનગ કોર્નરશ્ઈં૩૯;ની પણ આ પ્રસંગે મુલાકાત લ?ઈને વિવિધ સાહિત્યની માહિતી મેળવી હતી.