
ફિલ્મ નિર્માતા અને અભિનેતા જેકી ભગનાનીની કંપની પૂજા એન્ટરટેઈનમેન્ટમાં વિવિધ પ્રોજેક્ટ પર કામ કરનારા ક્રૂ મેમ્બર્સને નાણાં નહી ચૂકવાયાં હોવાનો વિવાદ તાજો છે ત્યાં હવે એવી ચર્ચા ચાલી રહી છે કે આ કંપની ૨૫૦ કરોડનાં દેવામાં ઉતરી ગઈ છે અને કંપનીએ તેની સાત માળની વિશાળ ઓફિસ વેચી ટૂ બીએચકેની નાની જગ્યામાં શિટ થવું પડયું છે.
પૂજા એન્ટરટેઈનમેન્ટ દ્વારા અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ જેવા કલાકારોને લઈને ૩૫૦ કરોડના બજેટમાં ’બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મ બનાવાઈ હતી. પરંતુ, આ ફિલ્મ સુપરફલોપ સાબિત થઈ હતી. ફિલ્મની કુલ આવક ૬૦ કરોડે પણ માંડ પહોંચી હોવાનું કહેવાય છે. તે પછી આ કંપની ભારે મોટાં દેવાંના બોજ હેઠળ આવી ગઈ હોવાની ચર્ચા છે.
આ કંપનીએ આ પહેલાં બનાવેલી ’ગણપત’ તથા ’બેલ બોટમ’ જેવી ફિલ્મો પણ સુપર ફલોપ સાબિત થઈ હતી. તે પછી કંપનીની આથક હાલત સતત કથળતી રહી છે. ફિલ્મના ક્રૂ મેમ્બર્સને પેમેન્ટ મહિનાઓથી બાકી છે તે ઉપરાંત કંપનીએ ૮૦ ટકા સ્ટાફની છટણી કરી દીધી છે. ટાઈગર શ્રોફને લઈને એક એક્શન ફિલ્મ બનવાની હતી તે પણ પડતી મૂકી દેવામાં આવી છે.