ચારેબાજુ ચર્ચાઓ, શું સલમાન ખાન સાથે લગ્ન કરશે અમીષા પટેલ?

અમીષા પટેલ ’ગદર ૨’ માં જોવા મળી હતી. ફિલ્મમાં અભિનેત્રીએ સની દેઓલની સાથે મસ્ત એક્ટિંગ કરીને દર્શકોને ફિદા કરી દીધા હતા. અમીષા ભલે સ્ક્રીન પર ઓછી જોવા મળતી હોય, પરંતુ અભિનેત્રી હંમેશા કોઇને કોઇ રીતે એના ફેન્સની સાથે જોડાયેલી રહે છે. લેટેસ્ટમાં વાત કરીએ તો એક્ટ્રેસે એક એવો જવાબ આપ્યો છે જેના કારણે એની ચારેબાજુ ચર્ચાઓ ચાલી રહી છે.

આગામી ફિલ્મ ’ગદર ૩’ અને ’હમરાજ ૨’ ને લઇને મોટું નિવેદન આપ્યું છે. આ સાથે લગ્નના સવાલ પર ચુપ્પી તોડીને દરેક લોકોનું યાન આકષત કર્યું છે.

એક એક્સ યુઝરે તમે (અમીષા પટેલ) અને સલમાન ખાન બન્ને પરણેલાં નથી તો શું ભવિષ્યમાં બન્નેના લગ્ન થવાની કોઇ સંભાવના છે? આ વાતનો જવાબ આપતાં અભિનેત્રીએ જણાવ્યું કે ’સલમાને લગ્ન કર્યા નથી અને હું પણ અનમેરિડ છું, તો શું તમને લાગે છે કે અમારે લગ્ન કરી લેવાં જોઇએ? અમારાં લગ્નનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે- લગ્ન છે કે પછી કોઇ ફિલ્મ પ્રોજેક્ટ? અભિનેત્રીએ ખુલાસો કર્યોં કે, હું લગ્ન કરવા માટે તો ઇચ્છુક છો પણ કોઇ દુલ્હો મળી નથી રહ્યો.’

આ સાથે બીજા એક્સ યુઝર્સે અમીષા પટેલને પૂછ્યું કે, તમારો ગમતો સ્ટાર કિડ કોણ છે? તો આ વાતના જવાબમાં એક્ટ્રેસે કહ્યું કે, મારા માટે બોલિવૂડમાં કરીનાનો તૈમુર અને શાહરુખ ખાનનો અબરામ રહ્યાં છે. બન્ને બહુ સુપર ક્યૂટ છે.

જે લોકો જાણતાં નથી એમને જણાવી દઇએ કે સલમાન અને અમીષા પટેલે ૨૦૦૨માં ફિલ્મ યે હૈ જલવામાં સાથે કામ કર્યું હતુ. બોલિવૂડ હંગામા સાથે એક ઇન્ટરવ્યૂમાં અમીષા પટેલે જણાવ્યું હતું કે, મારી અને સલમાનની ફિલ્મ લોપ થવાનું કારણ સલમાનનો રન કેસ હોવાનું હતું. વધુમાં કહ્યું કે, ડેવિડ ધવને બનાવેલી આ ફિલ્મ બેસ્ટ ફિલ્મોમાં એક હતી. આટલું જ નહીં આ ફિલ્મમાં સલમાન ખાન મસ્ત લાગી રહ્યો હતો, પરંતુ હિટ એન્ડ રન કેસના કારણે મિડીયાનું યાન ફિલ્મની જગ્યાએ આ ઘટના પર જતું રહ્યું અને ફિલ્મ લોપ રહી.