બાલાસીનોર નવગામના રેશનકાર્ડ ધારકોને બે માસથી અનાજનો જથ્થો ન મળતા ચુંટણી ટાણે ધારકો એ હોબાળો કરતા તંત્ર દ્વિધામાં

લુણાવાડા,

મહિસાગર જીલ્લાની બાલાસીનોરના નવગામના ગરીબ રેશનકાર્ડ ધારકોને બે મહિનાથી સરકારી અનાજનો જથ્થો મળ્યો ન હોય આ બાબતે મહિલા સરપંચ દ્વારા તાલુકા મામલતદારને રજુઆત સાથે ગરીબોના હકકનું પગ કરી ગયેલ અનાજના જથ્થાની તપાસ કરે તેવી માંગ કરાઈ છે.

વિધાનસભાની ચુંટણી માટે મતદારોને રીઝવવા માટે નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે અને કોરોનાકાળ થી અત્યાર સુધી ગરીબ લોકોને મફત અનાજ આપવાની વાતો મોટેથી કરી રહ્યા છે. તેવા સમયે મહિસાગર જીલ્લાના બાલાસીનોર તાલુકાના નવાગામના ગરીબ અને જરૂરીયાતમંદ રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડમાં સરકારી અનાજનો જથ્થો મળ્યો નથી. નવાગામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા ઓકટોમ્બર મહિનામાં જીલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારને ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્ડધારકોને મળ્યો નથી. સાથે આઈ.પી.ડી.એસ. કુપન ફિંગર પ્રિન્ટ લીધા બાદ ગ્રાહકોને આપવામાં આવતી નથી અને સરકારી સસ્તા અનાજનો જથ્થો કાર્ડધારકોને મળવાના સ્થાને બારોબાર સગેવગે કરી દેવામાં આવતાં હોવાની રજુઆત થતાં બાલાસીનોર મામલતદાર કચેરી દ્વારા નવાગામની ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને સરકારી અનાજનો જથ્થો ન મળવા અંગેની રજુઆત બાદ તપાસ નહિ કરી ગરીબોને અનાજથી વંચિત રાખતા સંચાલક સામે બાયો ચડાવતા ચુંટણી સમયે સામે આવેલ અનાજ સગેવગે કરવાના મામલે રાજકારણ ગરમાવ્યું છે.