બ્રિટનના માન્ચેસ્ટર એરપોર્ટના ટમનલ ૧ અને ૨ થી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે કારણ કે પાવર કટને કારણે પ્રદેશમાં વ્યાપક વિક્ષેપ સર્જાયો હતો, એરપોર્ટ અધિકારીઓએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. એરપોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એમ પણ કહ્યું હતું કે ટમનલ ૩ થી ઉડાન ભરતા મુસાફરોએ સામાન્ય રીતે એરપોર્ટ પર આવવું જોઈએ સિવાય કે તેમની એરલાઈન્સ દ્વારા અન્ય સૂચના આપવામાં આવે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેટલીક ઇનકમિંગ ફ્લાઈટ્સ અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી રહી છે, એટલે મુસાફરોને લેવા એરપોર્ટ પર આવતા લોકોએ પહેલા લાઇટના લેન્ડિંગને લઇ જાણકારી મેળવી લેવાની રહેશે.
વિક્ષેપની જાણ સૌપ્રથમ સ્કાય ન્યૂઝ દ્વારા કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાવર સપ્લાયમાં સમસ્યાને કારણે એરપોર્ટ અને અન્ય કેટલીક ઇમારતોને અસર થઈ હતી. પાવર પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે, પરંતુ સેવાઓ સમગ્ર દિવસ દરમિયાન પ્રભાવિત રહેશે. ફ્લાઈટ્સ ટેકઓફની રાહ જોઈ રહેલા મુસાફરોએ પોતાના સામાનને પરત મેળવવા માટે ટમનલમાં કલાકો સુધી રાહ જોવી પડી હતી. જ્યારે જે મુસાફરોની લાઇટ રદ કરવામાં આવી હતી, તેમણે આ અઠવાડિયાના અંત સુધી લાઇટ મળશે નહિ, એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર તેઓ એરલાઇન્સ સાથે લાઇટ્સને રી-શિડ્યુલ કરવા ચર્ચા કરી રહ્યા છે. એરપોર્ટ ડિરેક્ટરે અસુવિધા બદલ માફી માગી હતી.