ચીને ફ્રાંસની મદદથી બનાવેલું રોકેટ લોંગ-માર્ચ ૨-સી આજે અધવચ્ચે જ તૂટી પડયું હતું તે સાથે સેટેલાઇટ પણ પૃથ્વી ઉપર પડયો હતો. તે રોકેટ અને સેટેલાઇટ રહેણાંકના વિસ્તાર પાસે જ પટકાતાં તેમાંથી ઉડેલા ટુકડાઓને લીધે રહેણાંકના વિસ્તારોમાં પણ નુક્સાન થયું હતું.આ રોકેટ સ્પેસ વેરિએબલ ઓબ્જેકટસ મોનિટર (એસ.વી.ઓ.એમ) સેટેલાઇટ લઈ ઉડયું હતું.
તેને શી-ચાંગ સેટેલાઇટ લોન્ચ સેન્ટર પરથી સ્થાનિક સમય પ્રમાણે સવારના ૩ વાગે ૨૨મી જૂને અંતરિક્ષ તરફ વહેતું મુકાયું હતું. પરંતુ તેનો બૂસ્ટર-કમ્પોનન્ટ જ તૂટી પડયો. આ લોંગ-માર્ચ ૨-ઈ રોકેટમાં નાઇટ્રોજન ટેટ્રોક્સાઈડ અને અનસીમેટ્રિકલ ડાઈમિથિલ હાઈડ્રોઝન (યુડીએમએચ) પ્રોપેલન્ટ તરીકે વપરાયા હતાં. આ બંને ઝેરી પદાર્થો છે. જોકે કોઇ જાનહાનિના સમાચાર આવ્યા નથી.
આ દુર્ઘટના છતાં ચીનના સત્તાવાળાઓએ જાહેર કર્યું હતું કે આ મિશન સફળ જ રહ્યું છે, તેનો સેટેલાઇટ દૂરના તારાઓનો અભ્યાસ કરે છે અને તેમાં થતા વિસ્ફોટો નોંધે છે. તે સફળ રીતે ભ્રમણ કક્ષામાં (સેટેલાઇટ) ફરી રહ્યો છે.
ચીનના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને ગામા-રેઝ બર્સ્ટસ સહિત અન્ય સ્પેસ ફીનોમિનન (અવકાશી ઘટનાઓ) નોંધી છે, જે ચીનની એડવાન્સ્ડ એસ્ટ્રોનોમિકલ ડિસ્કવરીઝ (અગ્રીમ ખગોળીય સંશોધનો)ના ભાગરૂપે છે.