કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે તેમની પાર્ટી ’રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા’ (આઠાવલે) દેશમાં જાતિ ગણતરી હાથ ધરવાના પક્ષમાં છે અને આ માટે કોઈને કોઈ રસ્તો શોધવો જોઈએ. અઠાવલેએ ઈન્દોરમાં પત્રકારોને જણાવ્યું હતું કે બંધારણના અનુચ્છેદ ૧૭માં જાતિવાદ નાબૂદ કરવાની જોગવાઈ હોવાથી, જાતિના આધારે વસ્તી ગણતરી કેવી રીતે કરવી તે અંગે તમામ સરકારો સમક્ષ હંમેશા અડચણ ઉભી થઈ છે. આઠવલેએ કહ્યું, મારી પાર્ટીની માંગ છે કે કોઈને કોઈ રસ્તો શોધવો જોઈએ કારણ કે એકવાર જાતિ આધારિત વસ્તીગણતરી થઈ જશે, અમને વસ્તીમાં દરેક જાતિની ટકાવારી ખબર પડશે.
તેમણે કહ્યું કે જો ભવિષ્યમાં દરેક જાતિને વસ્તીમાં તેના હિસ્સાના આધારે અનામતનો લાભ આપવાનું નક્કી કરવામાં આવે તો તેમની પાર્ટી તેનો વિરોધ નહીં કરે કારણ કે દરેક જાતિમાં ગરીબ લોકો છે. કોંગ્રેસના પૂર્વ અયક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા, આઠવલેએ કહ્યું, હું ગાંધીને પૂછવા માંગુ છું કે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે જાતિની વસ્તી ગણતરી શા માટે કરવામાં આવી ન હતી? નીટમાં કોઈ ગેરરીતિ ન થાય અને શિક્ષણ મંત્રાલય આ પ્રવેશ પરીક્ષામાં વધુ અનિયમિતતાઓને રોકવા માટે તમામ સંભવિત પગલાં લઈ રહ્યું છે.
આઠવલેએ દાવો કર્યો હતો કે ઓક્ટોબરમાં મહારાષ્ટ્રમાં પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને ૨૮૮માંથી ૧૭૦ થી ૧૮૦ સીટો મળશે. તેમણે કહ્યું કે, “મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બંધારણનો મુદ્દો ઉપયોગી થશે નહીં. આ ચૂંટણીમાં રાજ્યના વિકાસનો મુદ્દો મુખ્ય રહેશે. અમે (લોક્સભા ચૂંટણીમાં) કરેલી ભૂલો સુધારીને ચૂંટણી મેદાનમાં ઉતરીશું.