જીલ્લા અદાલત,દાહોદ ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ

  • ’કોઈનો જય નહીં અને કોઈનો પરાજય નહીં’
  • પાંચ કરોડ અડતાલીશ લાખ સત્યાશી હજાર છસ્સો પાસઠ રૂપિયાનો એવોર્ડ કરવામાં આવ્યો.

દાહોદ, જીલ્લા અદાલત, દાહોદ ખાતે નામદાર નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી ન્યુ દિલ્હીના આદેશ અનુસાર નામદાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ અત્રેના જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદ દ્વારા નામ. ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એન.ડી.જોષી ના વરદ હસ્તે નેશનલ લોક અદાલત યોજવામાં આવી હતી.

આ નેશનલ લોક અદાલતમાં પ્રિલિટીગેશનમાં અને જીલ્લાની તમામ અદાલતોમાં બઁક રિકવરીના કેસો, મોટર અકસ્માતના કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138, વીજળી લાઇટ બિલ, ઇ મેમો વગેરેના કુલ 37, 698 કેસો મૂકવામાં આવ્યા હતા જેમાં કુલ 6506 કેસોમાં નિકાલ થયો હતો અને કુલ રૂપિયા 5,48, 87, 665 (અંકે રૂપિયા પાંચ કરોડ અડતાલીશ લાખ સત્યાશી હજાર છસ્સો પાસઠ પૂરા) નો એવોર્ડ કરવામાં આવેલ છે. આમ, નેશનલ લોક અદાલત દ્વારા ”કોઈનો જય નહીં અને કોઈનો પરાજય નહીં” તે બાબત સફળ કરવાના હેતુસર નેશનલ લોક અદાલતનું આયોજન સફળ રહ્યું હતું.