દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના મોટીખજુરી ગામેથી પોલીસે કતલ કરવાને ઈરાદે ત્રણ પીકઅપ ફોર વ્હીલર ગાડીમાં ઘાસ, પાણી, ચારા વગર ઢસોઢસ ભરી લઈ જવાતાં ભેંસ, પાડા તેમજ બકરી વિગેરે મળી કુલ 17 પશુઓ કિંમત રૂા.85,000 તેમજ ત્રણ પીકઅપ ફોર વ્હીલર ગાડીઓની કિંમત મળી પોલીસે કુલ રૂા.17,21,140ના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોની અટકાયત કરતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.
દેવગઢ બારીઆ પોલીસને મળેલ બાતમીના આધારે આજરોજ દેવગઢ બારીઆના મોટીખજુરી ગામે કાળીયા ફળિયા તરફ જતાં રોડ ઉપર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક પછી એક ત્રણ પીકઅપ ફોર વ્હીલર ગાડીઓ પસાર થઈ હતી. જેમાં પોલીસે તપાસ હાથ ધરતાં જેમાંથી ભેંસ, પાડા તેમજ બકરી વિગેરે મળી કુલ 17 પશુઓને વગર ઘાસચારા, પાણીની સુવિધા વગર પશુઓને દોરડાઓથી ક્રુરતાપુર્વક બાંધી રાખ્યાં હતાં. પોલીસે ત્રણેય ગાડીઓમાં સવાર દેવગઢ બારીઆના લસાટ ફળિયું, ચાઉસ ફળિયુ, ફાટક ફળિયું તેમજ ચાંદા ફળિયામાં રહેતાં સુફિયાના દાઉદભાઈ સલાટ, આઝાદભાઈ હકિમભાઈ જેથરા, યાકુબભાઈ કાળુભાઈ શુક્લા, સહેજાદ મંહમદભાઈ ચાંદા તેમજ સાદીકભાઈ અબ્દુલ્લાભાઈ શુક્લાનાઓની સઘન પુછપરછ કરતાં આ પશુઓને કલત માટે લઈ જવામાં આવતાં હોવાની કબુલાત કરી હતી. પોલીસે 17 પશુઓ કિંમત રૂા.85,000 તેમજ ત્રણેય ગાડીઓની કિંમત મળી કુલ રૂા.17,21,140નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.