ઝાયડસ હોસ્પિટલમાં વાળ ખાવાની ટેવ ધરાવતી 15 વર્ષની તરૂણીના પેટમાથી 90 com લાંબી વાળની ગાંઠ કાઢવામાં આવી

દાહોદ, દાહોદ જીલ્લાના એક આંતરિયાળ વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની તરૂણીને પેટમાં દુખવાની તખલીફ લાંબાસમય થી રહેતી હતી. દર્દીના માતાપિતા એ ઝાયડસ હોસ્પિટલમાં બતાવતા હોસ્પિટલમાં તેના બધા રિપોર્ટ કરાવતા માલૂમ પડયું કે દર્દીને પેટમાં વાળની ગાંઠ છે. તરૂણી ને લાંબા સમયથી પોતાના વાળ ખાવાની ટેવ હતી જેનાથી તેના માતાપિતા અજાણ હતા. આ દર્દીનું ઓપરેશન કરતાં તેના જઠરમાંથી વાળનો ગુચ્છો મળી આવ્યો જે છે ? નાના આંતરડા સુધી લંબાયેલો હતો. આ વાળના ગુચ્છાની લંબાઈ 90 com અને વજન 1.5 kg હતું. ભારે જહેમત બાદ ડોક્ટરોએ સફળતાપૂર્વક ઓપરેશન કરીને આ આખા વાળના ગુચ્છા ને બહાર કાઢવામાં આવ્યું. ઓપરેશન પછી હાલમાં દર્દીની હાલત સ્થિર છે અને દર્દીનું મનોચિકિસ્તક દ્વારા કાઉન્સેલિંગ પણ કરવ્યું છે. આ ઓપરેશનમાં સર્જીકલ વિભાગના ડોક્ટર મધુકર વાઘ ડોક્ટર કમલેશ ગોહિલ, ડોક્ટર રાહુલ પરમાર, ડોક્ટર ઊર્મિલ લબાના, ડોક્ટર શિવાંનગી ડાંગી તથા એનેસ્થેટીસ્ટ ડોક્ટર કરન કલવાની નો સફળ ફાળો રહ્યો છે. તબીબો દ્વારા જણાવ્યા અનુસાર આ એકપ્રકારની માનસિક બીમારી છે જે ભાગ્યે જ જોવા મળે છે જેને મેડિકલ ભાષામાં ટ્રાઇકોફેઝીયા (Trichophagia) કહેવામાં આવે છે અને જે વાળનો ગાંઠ બને તેને ટ્રાઇકોબેઝોર (Trichobezor) કહે છે. અને જો આ ગાંઠ આગળ નાના આંતરડા સુધી ફેલાય તો તેને Rapunzel Sundrone (રેપુંઝેલ સિન્ડ્રોમ) કહેવામાં આવે જે જવલ્લે જ જોવા મળે છે. જેનું સફળતાપૂર્વક ઓપરેશન ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.