નીટની પરીક્ષાનું પેપટ લીક થતાં જેનો વિરોધ કરી દાહોદ શહેરમાં દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર ઓફિસ બહાર પુતળા દહન તેમજ રસ્તા રોકો આંદોલન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ આ આંદોલન શરૂ થાય તે પહેલા ઘટના સ્થળે પહોંચેલ પોલીસે કોંગ્રેસના કાર્યક્ર્મ નો ફિયાસ્કો કરી દીધો હતો અને પુતળા દહન કરતા પહેલા જ પુતળા ને કબજે કરી લીધું હતું કેટલાંક કાર્યકર્તાઓને ડીટેઈન કરવામાં આવ્યાં હતાં.
નીટની પરીક્ષાનું પેપર લીક થતાં સમગ્ર ગુજરાતમાં પરીક્ષાર્થીઓ, વિદ્યાર્થીઓ તેમજ યુવા વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અવાર નવાર અનેક પરીક્ષાઓનો ગુજરાતમાં પેપર લીક થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ યુવા કોંગ્રેસ સમિતિ, દાહોદ દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટર કચેરી બહાર પુતળા દહન તેમજ રસ્તા રોકો આંદોલન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ વિરોધી નારા લગાવ્યાં હતાં અને જણાવ્યું હતું કે, નીટની પરીક્ષાનું પેપર લીક થતાં વિદ્યાર્થીઓ તેમજ યુવા વર્ગમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ગુજરાત રાજ્ય અને દેશમાં અનેકવાર પેપર લીકનો મામલો સામે આવી રહ્યો છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. નીટની પરીક્ષા તાત્કાલિક ધોરણે પુન: લેવામાં આવે, પેપર લીકનો મામલો વારે ઘડીયે ના થાય તે માટે સરકારે તકેદારી રાખવી જોઈએ, તેમ જણાવ્યું હતું. કોંગ્રેસ સમિતિ દ્વારા હાથમાં બેનરો લઈ ભાજપ વિરોધી સુત્રોચ્ચારો કર્યા હતાં. હાય રે ભાજપ હાય.. હાય.., શિક્ષણ વિરોધી સરકાર નહી ચલેગી.., શિક્ષણ મંત્રી હાય.. હાય.. વિગેરે ભારે સુત્રોચ્ચારો કરવામાં આવ્યાં હતાં. કોંગ્રેસના આ આંદોલનને પગલે સ્થળ પર પહોંચેલ પોલીસે કોંગ્રેસના કેટલાંક કાર્યકતાઓને ડીટેઈન કરી છોડી મૂક્યા હતા. આમ, આજના કોગ્રેસ દ્વારા કરવામાં આવેલ કાર્યક્ર્મ નો ફિયસ્કો કરી દીધો હતો.