- દાહોદમાં વડાપ્રધાનની જાહેર સભાને લઈ તડામાર તૈયારીઓ શરૂ.
- સભા સ્થળ ઉપર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તની કરી ચર્ચા.
દાહોદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. મધ્ય ગુજરાતના આદિવાસી બહુલ જિલ્લામાં બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરના રોજ યોજાનારા લોકશાહીના પર્વનો મતદાન યોજવાનું છે. ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા બેઠકો પર રાજકીય પક્ષોના જાહેર કરાયેલા ઉમેદવારો દ્વારા ફોર્મ ચકાસણી અને હવે સોમવારે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હોય સોમવારે બપોર પછી ચૂંટણી અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ત્યારબાદ આગામી પ્રચાર પડઘમ શાંત થવા સુધી રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો તેમજ રાજ નેતાઓ મતદારોને રીઝવવા માટે જાહેર સભા કરવાના છે. દાહોદ વિધાનસભાની છ બેઠકો પર ચૂંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન મોદી ભારતીય જનતા પાર્ટીના જાહેર કરાયેલા દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પર ઉમેદવારો તેમજ આસપાસના પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર જિલ્લાની વિધાનસભા બેઠકો પર ઉભા રહેલા ઉમેદવારોને જીતાડવા માટે મતદારોને જનસભા મારફતે અપીલ કરશે.
દાહોદ જિલ્લાની કુલ છ વિધાનસભા બેઠકો પૈકી વર્તમાનમાં ત્રણ બેઠકો ભાજપ તેમાં ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. જોકે વિધાનસભા ચૂંટણી 2022 માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન બદલાયેલા સમીકરણો તેમજ રાજ્યમાં થયેલા આંદોલનો તેમજ કર્મચારીઓમાં નારાજગીને ડેમેજ કંટ્રોલ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની સત્તા અને કાયમ રાખવા તેમજ આ વખતે ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટીએ મોંઘવારી ડામવા, સરકારી કર્મચારીઓને કાયમી કરવા, ગેરેન્ટી કાર્ડ સહિતની વિવિધ યોજનાઓનો લાભ આપી સરકાર બનાવવા માટે અપીલ કરી છે ત્યારે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીને કાઉન્ટર કરવા માટે ભર શિયાળે પરસેવો પાડવાના છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં કુલ છ સમાવિષ્ટ બેઠકો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગામી 23મી નવેમ્બરના રોજ બપોરના ત્રણ વાગ્યે દાહોદ તાલુકાના ડોકી ખાતે જનસભા વિધાનસભાને સંબોધવાના છે. વડાપ્રધાન મોદી દાહોદ જિલ્લાની કુલ છ વિધાનસભા બેઠકોના ઉમેદવારો તરફથી મતદાન કરી ભારે જિંદગી બહુમતી જીતાડવા માટે અપીલ કરવાના છે.જેની અસર પંચમહાલ મહીસાગર તેમજ છોટાઉદેપુર જિલ્લાની વિધાનસભા સીટો પર પર પડશે. અત્રે ઉલ્લેખની છે કે, રાજ્યમાં 15 ટકા વસ્તી ધરાવતા તેમજ 27 બેઠકો પર પ્રભુત્વ ધરાવતા આદિવાસી સમાજ ગુજરાત વિધાનસભાની કુલ 42 સીટો પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેને ધ્યાને લઈ વડાપ્રધાન મોદી અગામી 23 મીના રોજ આદિવાસી બાહુલય ધરાવતા દાહોદ જિલ્લામાં જનસભાને સંબોધશે. વડાપ્રધાન મોદીની સુરક્ષા તેમજ પ્રોટોકોલ ને ધ્યાને લઈ દાહોદ જિલ્લાનું પોલીસ તંત્ર તેમજ દાહોદ જિલ્લા ભાજપા વડાપ્રધાન મોદીના આગમન ની તૈયારીઓમાં પૂરજોશથી જોતરાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ટાણે રેન્જ આઇ.જી જિલ્લા પોલીસવડા બલરામ મીણા, ફતા જગદીશ બાંગરવા, એસઓજી પીઆઈ રાજેશ કાનમિયાં, એલસીબી તેમજ દાહોદ પોલીસની સાથે દાહોદ જિલ્લા ભાજપના શીર્ષ નેતૃત્વના નેતાઓ સંગઠનના હોદ્દેદારો દ્વારા આજે સભાસ્થળે પહોંચ્યાં હતા. અને ત્યાં જનસભાની તૈયારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી.