શહેરા તાલુકાના બોરીયાવી ગામે ખેડુતોના વળતરની રકમમાં વિશ્વાસઘાત છેતરપિંડીના ગુનામાં આરોપી વકીલની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતી કોર્ટ

શહેરા તાલુકાના બોરીયાવી ગામનાી સડક યોજનામાં ખેડુતની જમીનમાં અવેજમાં મળનાર વળતર રકકમમાં ખેડુતો સાથે છેતરપિંડી કરનાર આરોપી વકીલ દ્વારા રેગ્યુલર જામીન અરજી મુકવામાંં આવી હતી. આ જામીન અરજીની સુનાવણી પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી જામીન અરજી નામંજુર કરાઈ.

શહેરા તાલુકાના બોરીયાવી ગામના ફરિયાદી અને અન્યની ગ્રામ્ય સડક યોજના હેઠળ રસ્તો બનાવવા માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. ફરિયાદી તથા ગામના અન્ય ખેડુતોની જમીન માંથી રસ્તો નિકળેલ હોય આ રસ્તાની જમીનના વળતરની રકમ બાબતે ગામના બાબુભાઇ વાલાભાઇ પરમારને વાત કરતાં તેમણે ફરિયાદીનો સંપર્ક કરી વળતરની રકમ મેળવવા માટે આધાર પુરાવા (દસ્તાવેજ) બાબુભાઈને આપ્યા હતા અને ગોધરાના વકીલ દિનેશભાઇ પઢીયારની ઓફિસમાં કામ કરતા મનોજભાઇ તેઓને બેંકમાં ખાતા ખોલવા પડશે તેમ કહેલ અને ચેકમાં સહી કરાવ આપવું પડશે તેમ કહેલ વકીલ દિનેશ પઢીયારની ઓફિસમાંં મનોજભાઇ એ ફરિયાદી તથા અન્ય ખેડુતોની સહીઓ ચેક ઉપર કરાવી હતી અને વળતરની જમા થયેલ રકમ માંથી 1,10,000/-રૂપીયા આપી. જ્યારે રૂા.48,24,877/-નહિ આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરતાં શહેરા પોલીસ મથકે બાબુભાઇ, વકીલ દિનેશભાઇ પઢીયાર, મનોજભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આરોપી વકીલ દિનેશભાઇ પઢીયાર દ્વારા રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં કરેલ હતી. આ જામીન અરજીની સુનાવણી પંચમહાલ પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ સી.કે.ચૌહાણની કોર્ટમાં હાથ ધરાઈ હતી. સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર દ્વારા વિગતવાર દલીલો રજુ કરતાં દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી વકીલ દિનેશભાઇ પઢીયારની જામીન અરજી નામંજુર કરાઈ.