ગોધરા શહેરના સામાજીક કાર્યકરો દ્વારા ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે રૂબરૂ જઈને સી.એમ.ભુપેન્દ્ર પટેલને આવેદન પત્ર આપી રજુવાત કરવામાં આવી હતી કે હાલ ચાલી રહેલ સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ છે તે સામાન્ય લોકો માટે કાળા કાયદા સમાન છે. આ પ્રોજેક્ટ થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કારણ કે સ્માર્ટ મીટર ડિજિટલ મીટરની સરખામણી એ ખૂબ ઝડપી ફરે છે, તેમજ સ્માર્ટ મીટરમાં યુનિટ દીઠ ચાર્જ 9/10 રૂપિયા કરેલ છે.
જે જૂના મીટર કરતા 3/4 રૂપિયા વધારે છે, સાથે સ્માર્ટ મીટરની ટેરિફ ચાર્જ પણ વધુ ઉમેરવામાં આવ્યા છે અને મુખ્ય સમસ્યા લોકો માટે એ છે કે સ્માર્ટ મીટરમાં રીચાર્જ કરો એટલી જ વીજળી વાપરવા મળે છે. જે રોજ કમાઈને ખાતા લોકો માટે અશક્ય છે, સાથે સ્લમ વિસ્તારમાં રહેતા અમુક લોકો પાસે હાલના સમયમાં પણ સ્માર્ટ ફોન નથી તો તે રિચાર્જ કઈ રીતે કરશે. બીજું કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી પણ આ પ્રોજેક્ટમાં અનેક પ્રકારની મોટી ખામી રહિત છે.
જેના કારણે લોકોના લાખોના બિલ આવે છે. જેથી કરીને લોકલ લેવલ પર રજુઆત બાદ આજે ફરી ગુજરાત સી.એમ.ને લેખિત અને મૌખિક રજૂઆત કરી આ પ્રોજેક્ટને સદંતર બંધ કરવામાં આવે અને જે લોકો ને ત્યાં હાલ સ્માર્ટ મીટર લાગેલ છે, તે વહેલી તકે દૂર કરવામા આવે. તેવી માંગ કરતા ગોધરા શહેરના સામાજીક કાર્યકરો આશિષ કામદાર, આશિષ પટેલ, સંજયભાઈ ટહેલ્યાણી, સરબજીતસિંહ, રવિરાજભાઈ, પરશુરામ શર્મા, મનોજભાઈ, સુમિતભાઈએ ગાંધીનગર ખાતે રૂબરૂ રજુઆત કરી હતી.