- મહિલાઓ પાસેથી પકડાયેલા પોટલાઓમાં રેલ્વે લાઈન તેમજ આસપાસના જંગલોમાં મરેલા જાનવરોના હાડકા હોવાની પુષ્ટિ.
દાહોદ,
દાહોદ રેલવે સ્ટેશને પેસેન્જર ગાડીમાંથી તીવ્ર ગંધ મારતા કહેવાતા જાનવરોના હાડકા જેવા શંકાસ્પદ પોટલાઓ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોટા રતલામ પાર્સલમાં મેઘનગર થી કેટલીક મહિલાઓ શંકાસ્પદ પોટલાઓ મૂકીને ટ્રેનમાં ચડી હતી. આ પોટલાઓમાં જાનવરોના હાડકા હોય તેવી ગંધ મારતી હોવાનું એક જાગૃત નાગરિકને ધ્યાને આવતા તે નાગરિકે આ મામલે દાહોદના ગૌરક્ષકો ની ટીમને જાણ કરી હતી. ત્યારબાદ ગૌરક્ષકોની ટીમે ગુજરાત રેલવે પોલીસની મદદ લઇ કોટા પાર્સલ દાહોદ રેલવે સ્ટેશનએ આવે તે પહેલા જ ગુજરાત રેલવે પોલીસ સતર્કતા પૂર્વક ઉભા થઈ ગયા હતા અને પ્લેટફોર્મ ઉપર ગાડી ઉભી રહેતા ત્યારબાદ કેટલીક મહિલાઓ આ જાનવરોના હાડકાના પોટલાઓ નીચે ઉતારતા પોલીસે તેઓને રંગે હાથે ઝડપી હતી. ત્યારબાદ પોલીસે આ પોટલાઓને કબજે કરી તપાસ હાથ ધરતા આ હાડકાઓ જંગલમાં તેમજ રેલવે લાઇનના આસપાસ મરેલા મૃત્યુ પામેલા જાનવરોના હોવાની પુષ્ટિ થઈ હતી. તે બાદ ગુજરાત રેલવે પોલીસ એ આ મામલે કોઈ ગુનો બનતો ન હોય તમામ મહિલાઓને મુદ્દામાલ સાથે છોડી મૂકી હતી.