મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના પૂર્વમંત્રી સૂર્યકાંતા પાટીલ શરદ પવારની પાર્ટીમાં જોડાયા

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સૂર્યકાંતા પાટીલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને તે ફરીથી શરદ પવારની પાર્ટીમાં જોડાઇ ગયા સૂર્યકાંતા પાટીલ વર્ષ ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તે આજે મુંબઈમાં એનસીપી કાર્યાલયમાં શરદ પવારની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતાં સૂર્યકાંતા છેલ્લા કેટલાક દિવસોથી ભાજપથી નારાજ હતા. સૂર્યકાંતા પાટીલે રાજીનામું આપતાં કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં હું ઘણું શીખી છું. આ માટે અમે ભારતીય જનતા પાર્ટીના પણ આભારી છીએ.

સૂર્યકાંત પાટીલે હિંગોલી લોક્સભા ચૂંટણી માટે ભાજપ પાસેથી ટિકિટ માંગી હતી. ટિકિટ ન મળવા પર તેણે સોશિયલ મીડિયા પર જાહેરમાં પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. હવે તેમણે રાજીનામું આપી દીધું છે. સૂર્યકાંતા પાટીલે ચાર વખત સાંસદ તરીકે અને એક વખત ધારાસભ્ય તરીકે હિંગોલી-નાંદેડ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ કેન્દ્ર સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી હતા. આ પછી તેઓ સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રીનું પદ પણ સંભાળી ચૂક્યા છે.

સૂર્યકાંતા પાટીલ પ્રથમ વખત ૧૯૮૦માં હદગાંવ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ૧૯૮૬માં સૂર્યકાંતા પાટીલ કોંગ્રેસમાંથી રાજ્યસભામાં ગયા હતા. તેઓ ૧૯૯૧, ૧૯૯૮ અને ૨૦૦૪માં ત્રણ વખત લોક્સભામાં ચૂંટાયા હતા.

૧૯૭૦-૧૯૭૨ – જનસંઘના નેતા, ભાજપ મહિલા અઘાડીના વડા રહ્યાં છે ૧૯૭૪ નાંદેડ નગરપાલિકા માટે નાંદેડ કોંગ્રેસના ઉમેદવાર (૮ વર્ષ માટે કાઉન્સિલર).૧૯૮૦માં કોંગ્રેસની ટિકિટ પર હદગાંવ વિધાનસભાથી ચૂંટણી જીતી..૧૯૮૦-૧૯૮૫ સુધી વિધાનસભાના સભ્ય).૧૯૮૬ રાજીવ ગાંધી તેમને રાજ્યસભામાં લઈ ગયા..૧૯૯૧માં તેમણે કોંગ્રેસમાંથી નાંદેડ લોક્સભામાં રેકોર્ડ ૧ લાખ ૩૭ હજાર મતોથી જીત મેળવી હતી..૧૯૯૬માં, હિંગોલીમાં કોંગ્રેસ તરફથી લોક્સભા ચૂંટણી લડી અને જીતી.૧૯૯૯માં એનસીપીમાં જોડાયા,૧૯૯૮માં, હિંગોલીમાં એનસીપી તરફથી લોક્સભા ચૂંટણી લડી અને જીતી.,એનસીપી તરફથી ૨૦૦૪ લોક્સભા સભ્ય.,૨૦૦૯માં એનસીપીમાંથી લોક્સભા ચૂંટણી હારી.

૨૦૧૪ની લોક્સભા ચૂંટણીમાં કોંગ્રેસે રાજીવ સાતવને હિંગોલીમાંથી ઉમેદવાર બનાવ્યા બાદ તેણી ભાજપમાં જોડાઈ હતી. સોમવારે બપોરે તે ફરી એકવાર શરદ પવારની પાર્ટીમાં જોડાયા છે.